નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPC)એ આજે બેન્ચમાર્ક વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 25 BPSના ઘટાડાની જાહેરાત કરી હતી. આ નવ નિયુક્ત RBI ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં પહેલી MPC બેઠક છે.
RBI ગવર્નરની પ્રમુખ વાતો:
- RBIએ લગભગ 5 વર્ષોમાં પહેલી વાર વ્યાજ દરોમાં 25 BPSનો ઘટાડીને 6.25 ટકા કરી દીધું.
- RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારતના નાણાકીય વર્ષ 26ના વૃદ્ધિ લક્ષ્યને 6.6 ટકા વધારીને 6.25 ટકા કર્યો.
- ખાદ્ય પદાર્થો પર અનુકૂળ દૃષ્ટિકોણને લીધે મોંઘવારીમાં કમી આવી છે. આશા છે કે, લક્ષ્ય મુજબ ધીમે ધીમે કમી આવશે.
- માંગની બાજુએ, ગ્રામીણ માંગ તેજી છે, જ્યારે શહેરી માંગ ધીમી રહી છે.
સંજય મલ્હોત્રાના નેતૃત્વ વાળી MCPમાં નાણાકીય વર્ષ 26માં મોંઘવારી 4.6 ટકા રહેશે તેવું અનુમાન છે.
- નાણાકીય વર્ષ 26 માં 4.2 %
- પ્રથમ ક્વાર્ટરમાં 4.5%
- બીજા ક્વાર્ટરમાં 4%
- ત્રીજા ક્વાર્ટરમાં 3.8%
RBI ગવર્નર સંજય મલ્હોત્રાનો GDP પર અંદાજ
- પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 6.7%
- બીજા ક્વાર્ટર માટે 6.7%
- ત્રીજા ક્વાર્ટર માટે 7%
- ચોથા ક્વાર્ટર માટે 6.5%
આ ફેરફારો પર એક નજર નાખો
- રેપો રેટ- 6.25 %
- એમએસએફ -6.5 %
- એસડીએફ -6 %
- રિવર્સ રેપો રેટ- 3.35 %
- સીઆરઆર- 4.5 %
MPCના નિર્ણયને ઘણા મુખ્ય પરિબળો પ્રભાવિત કરશે, જેમાં ભારતના આર્થિક વિકાસમાં દેખીતી મંદી, ઘટતો ખાદ્ય ફુગાવો, તરલતાની સ્થિતિ અને શેરબજારમાં અસ્થિરતાનો સમાવેશ થાય છે.
રેપો રેટ શું છે?
રેપો રેટ એ દર છે જેના પર RBI વાણિજ્યિક બેંકોને નાણાં ધિરાણ આપે છે. RBI સરકારી સિક્યોરિટીઝ જેવા કોલેટરલ સામે વાણિજ્યિક બેંકોને નાણાં ઉછીના આપે છે. કેન્દ્રીય બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) વિવિધ આર્થિક સૂચકાંકોનું મૂલ્યાંકન કરીને રેપો અથવા પુનઃખરીદી દર નક્કી કરે છે. MPC માં RBI ગવર્નર સહિત 6 સભ્યો હોય છે. નાણાકીય નીતિના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે MPC રેપો રેટમાં ફેરફાર શરૂ કરે છે.
6 ડિસેમ્બર, 2024 ના રોજ ભારતમાં વર્તમાન રેપો રેટ 6.50 ટકા છે. આ તે દર છે જે RBI એ ફેબ્રુઆરી 2023 થી જાળવી રાખ્યો છે. રેપો રેટ વ્યક્તિગત લોનના વ્યાજ દરોને પણ અસર કરે છે.
આ પણ વાંચો: