તાપી: જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે વૃદ્ધા બોરવેલમાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બોરવેલમાં લગભગ 70 થી 80 ફૂટ ઊંડું હતું. જ્યારે સુમીબેન ગામીત નામની વૃદ્ધા જે બોરવેલમાં પડી ગઈ હતી તેઓ બોરવેલમાં 15 ફૂટ પર ફસાયેલા હતા. જોકે તાપી જિલ્લાની ફાયર વિભાગની ટીમ દ્વારા વૃદ્ધાનું સફળ રીતે રેસક્યું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધાને સારવાર અર્થે વ્યારાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
વૃદ્ધા બોરવેલમાં પડ્યા: વ્યારા તાલુકામાં આવેલ ચાંપાવાડી ગામની 65 વર્ષની વૃદ્ધા બોરવેલમાં પડી જવાની ઘટના બની હતી. સાંજના સમયે બનેલી આ ઘટનામાં જિલ્લાનું સરકારી તંત્ર દોડતું થયું હતું. ગણતરીના સમયમાં વ્યારાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ JCB ની મદદથી બોરવેલની બાજુમાં ખાડો ખોદીને વૃદ્ધા સુધી પહોંચવા આવ્યું હતું અને વૃદ્ધાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આસપાસની ભીડને કાબુ કરી હતી.
વૃદ્ધાનું સફળ રેસ્ક્યુ: મળતી માહિતી અનુસાર, ફાયર વિભાગના 4 જવાનો દ્વારા રેસ્ક્યુ વાહનના સંશાધનો અને JCB ની સહાય થકી અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધાને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ 108 માં આરોગ્ય વિભાગના હાજર મેડિકલ ઓફિસર દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તબીબીઓએ જરૂરી તપાસ કરતા આ વૃદ્ધની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવ્યું હતું.
![65 વર્ષિય વૃદ્ધ ખુલ્લા બોરવેલમાં પડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-tapi-rural-01-rescue-video-photo-byte-10083_07022025113617_0702f_1738908377_464.jpg)
તંત્ર પણ દોડતું થયું: સમગ્ર ઘટનાને પગલે તંત્ર પણ દોડતું થયું હતું. જેમાં વ્યારાના મામલતદાર, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી, સાથે બોરવેલમાં ફસાયેલ વૃદ્ધાને સ્થળ પર આરોગ્યની સેવા મળી રહે તે માટે મેડિકલ ઓફિસર સહિત 108 એમ્બ્યુલન્સ સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
![બે કલાકના જહેમત બાદ વૃદ્ધાનું સફળ રેસ્ક્યૂ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-tapi-rural-01-rescue-video-photo-byte-10083_07022025113617_0702f_1738908377_570.jpg)
ઘટના અંગે જિલ્લાના પ્રોજેક્ટ ઓફિસર કે.કે. ગામીતએ જણાવ્યું હતું કે, 'તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગમે એક 65 વર્ષીય વૃદ્ધ મહિલા ખુલ્લા બોરવેલમાં પડી ગયા હતા. જિલ્લા વહીવટી તંત્રને જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડની ટીમ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને સંબંધિત વ્યારા તાલુકાના મામલતદારને તાત્કાલિક ઘટના સ્થળે રવાના કર્યા હતા.'
![65 વર્ષિય વૃદ્ધ ખુલ્લા બોરવેલમાં પડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-tapi-rural-01-rescue-video-photo-byte-10083_07022025113617_0702f_1738908377_989.jpg)
વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, 'બે કલાકના ભારે જહેમત બાદ અને અને સુજબુજથી વ્યારા ફાયરબ્રિગેડની ટીમના 4 જવાનો દ્વારા આ વૃદ્ધ મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢતી વખતે વૃદ્ધ મહિલા બેભાન થઈ ગયા હતા. પરિણામે તેમને વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર અર્થે ખસેડાઇ દેવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધની તબિયત સ્થિર હોવાનું ફરજ પરના ડૉક્ટર જણાવ્યું હતું.'
આ પણ વાંચો: