ETV Bharat / entertainment

ત્રીજી વાર લગ્ન કરશે આમિર ખાન! જાણો કોણ છે 'મિસ્ટર પરફેક્શનિસ્ટ'નો નવો પ્રેમ - AAMIR KHAN

ફિલ્મી વર્તુળોમાં એવી ચર્ચા છે કે, આમિર ખાનના જીવનમાં એક નવો પ્રેમ પ્રવેશ્યો છે. જાણો કોણ છે આમિરનો નવો પ્રેમ?

આમિર ખાન
આમિર ખાન ((ANI))
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2025, 12:55 PM IST

હૈદરાબાદ: બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન પોતાની પર્સનલ વાતો પ્રાઈવેટ જ રાખે છે. પરંતુ ફિલ્મી ગલીઓમાં આ વાતો ક્યાંકને ક્યાંક સામે આવી જાય છે. આ વખતે આમિરખાનની લવ લાઈફ વિશે એવી જ ચર્ચા સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર આમિર ખાન ફરીથી પ્રેમમાં પડી ગયા છે અને તેઓ આ સંબંધને લઈને ખૂબ જ ગંભીર છે.

કોને ડેટ કરી રહ્યા છે આમિર ખાન?

ખબરોનું માનીએ તો મિસ્ટર પરફેક્શનિસ્ટના જીવનમાં રીના અને કિરણ પછી હવે ગૌરીનું આગમન થયું છે. આમિર ખાનની નવી લેડી લવનું નામ ગૌરી છે. 59 વર્ષ પછી આમિર ખાનને લઈને પહેલા ચર્ચા હતી કે, તેઓ દંગલ ફેમ ફાતિમા સના શેખને ડેટ કરી રહ્યા છે. પરંતુ તે ફક્ત અફવા જ નીકળી હતી. પરંતુ હવે તેઓ સીરિયસ રિલેશનશિપમાં હોવાની ખબર સામે આવી છે.

કોણ છે મિસ્ટ્રી વુમન?

જણાવવામાં આવ્યું છે કે, ગૌરી બોલિવુડથી સંબંધ નથી રાખતી. તે બેંગ્લુરુની રહેવાસી છે. ત્યાં જ આમિર ખાન પોતાના પરિવાર સાથે ગૌરીની ઓળખાણ કરાવી ચૂક્યા છે. રિપોર્ટ્સ મુજબ આમિર આ રિલેશનશિપને લઈને ખૂબ જ ગંભીર છે. એટલે જ તેઓએ ગૌરીને પોતાના પરિવાર સાથે ઓળખાણ કરાવી હતી. હાલ તો આમિર તરફથી આને લઈને કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું, પરંતુ તેઓના ફેન્સ માટે આ મોટી વાત છે.

2 વાર છૂટાછેડા લઈ ચૂકયા છે આમિર

આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. તેઓના 2 બાળકો ઈરા ખાન અને જુનૈદ ખાન, પરંતુ લગ્નના 16 વર્ષો પછી તેઓએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. જે પછી તેઓએ 2005માં ફિલ્મ મેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને તેઓને એક દિકરો થયો તેનું નામ આઝાદ છે. પરંતુ આ લગ્ન પણ 16 વર્ષો પછી 2021માં તૂટી ગયા હતા અને બંને એ છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા પછી આજે આમિર ખાન પોતાની બંન્ને પત્નીઓ સાથે સારો એવો બોન્ડ શેર કરે છે. તેઓ પોતાના બાળકો સાથે સાર્વજનિક જગ્યાઓ પર ક્યારેક દેખાઈ જાય છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમિરખાન છેલ્લે લાલ સિંહ ચઢ્ઢામાં દેખાયા હતા. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જે પછી તેઓ "સિતારે જમીન પર"થી સિનેમાઘરોમાં પાછા ફરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. સોનુ સૂદ સામે વોરંટ જારી, શું ધરપકડ થશે? જાણો શું છે સમગ્ર મામલો
  2. "આ નહીં સુધરે" ઉદિત નારાયણે ફરી એક મહિલાને કરી હોઠ પર "કિસ" કરી, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.