માંડવીમાં વરસેલા વરસાદને લઈને, વાવયા ખાડી અને લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ - Rain in Surat - RAIN IN SURAT
🎬 Watch Now: Feature Video
Published : Jun 30, 2024, 8:51 PM IST
સુરત: રાજ્યમાં ધીરે ધીરે વરસાદે જોર પકડ્યું છે ત્યારે સુરત જિલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે આજે રવિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા જનજીવનને પ્રભાવિત થયું હતું. ઉકળાટ અને બફારા બાદ માંડવીમાં વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે માંડવી તાલુકામાં સવારથી સાંજ સુધીમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો. આજે માંડવી તાલુકાના આવેલા બૌધાન- મુજલાવ જતાં માર્ગ પર આવેલા વાવયા ખાડીમાં વરસાદી પાણી ફળી વળતા વાહન ચાલકો અને રાહતદારીઓ માટે અવરજવર બંધ થઈ હતી. જેથી મુંજલાવ થી બારડોલી જવા મુસાફરોએ 15 કી.મી નો ચકરાવો કરીને જવાની નોબત આવી હતી. ઉપરાંત માંડવી તાલુકામાં અન્ય કોતરોમાં પાણી વધતા લો-લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં લોકોનો સંપર્ક વિહોણા બન્યા હતા.