મેં કોઈ પાસેથી ટકાવારી લીધી નથી - ભરતસિંહ ડાભીના નિવેદન બાદ મામલો ગરમાયો - Bharat Sing Dabhi statement - BHARAT SING DABHI STATEMENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 6:55 AM IST

પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ચાણસ્મા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં જાહેર સભામાં કોઈ ટકાવારી લેતા નથી તેઓ નિવેદન આપતા રાજકારણ ગરમાયુ છે. પાટણ લોકસભા બેઠક ઉપર ભરતસિંહ ડાભી દ્વારા પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વિવિધ ગામડાઓમાં સભાઓ યોજી મતો અંકે કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 

ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાં પીંપળ ગામે યોજાયેલી જાહેર સભામાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે મતદારોએ ખોબલે ખોબલે મત આપીને મને એમપી બનાવ્યો છે ત્યારે જાહેર જીવનના મૂલ્યો સાચવીને પ્રમાણિકતાથી દરેક વ્યક્તિને ન્યાય આપવાનું કામ મેં કર્યું છે. ક્યારેક કોઈના ઝઘડામાં પડ્યો નથી તો સરપંચ, ડેલિકેટ કે સામાન્ય વ્યક્તિ પાસેથી ક્યારેય મેં ટકાવારી લીધી નથી. ભરતસિંહ ડાભીના આ નિવેદનથી રાજકારણ ગરમાયુ છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.