પાલનપુરમાં હાઈવેના બ્રિજ પરથી કાર નાળામાં ખાબકી, ક્રેનની મદદથી બહાર કઢાઈ - Banaskantha News

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 10:36 PM IST

thumbnail
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

બનાસકાંઠાઃ પાલનપુરમાં અમદાવાદ હાઈવેના ઓવરબ્રિજ નીચે કાર નાળામાં ખાબકી હતી. સ્થાનિક લોકોએ   ક્રેન બોલાવીને કાર બહાર કાઢી હતી. પાલનપુરમાં આજે લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને થોડા જ સમયમાં બધે જ પાણી જ પાણી થઈ ગયું. રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા. પાલનપુરના બેચરપુરા નજીક અમદાવાદ હાઈવેને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યાંથી પસાર થતા સમયે એક કાર પાણીના પ્રવાહમાં ધકેલાઈ અને જોતજોતામાં તો કાર નાળામાં ખાબકી હતી. જોકે સમય સૂચકતા વાપરી કારનો ચાલક બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. નાળામાં ખાબકેલી કારને બહાર કાઢતા કલાકની જહેમત લાગી હતી. કાર માલિક અને સ્થાનિક લોકોએ દ્વારા ક્રેન મંગાવી અને આ કાર બહાર કઢાવી હતી. પ્રી-મોન્સૂન પ્લાન પાછળ પાલિકાએ લાખોનો ખર્ચ કર્યો છતાં હજુ પણ પાણી ભરાવાની સ્થિતિ નથી બદલાઈ. બેચરપુરા જવાનો રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જવાને લીધે મોટી દુર્ઘટના થાય તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.