નવરાત્રિના એક દિવસ પહેલા તાપીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીઃ આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો - Rain before Navratri 2024 - RAIN BEFORE NAVRATRI 2024
🎬 Watch Now: Feature Video
Published : Oct 2, 2024, 10:02 PM IST
તાપીઃ તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. વ્યારા શહેર તેમજ આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે બફારા વચ્ચે વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીથી રાહત તો અનુભવી પરંતુ આવતીકાલથી શરૂ થતાં માતાજીના નોરતામાં વરસાદને લઇ નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ધોધમાર વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા પાણી પાણી થયા હતા, તો બીજી તરફ નવરાત્રીના ગરબા માટે બનાવેલ ગ્રાઉન્ડ પર પણ પાણી ફરી વળ્યા છે. જેને લઇ આયોજકો સાથે ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે. અહીં સુધી કે જંગી ખર્ચ કરીને પણ આ તહેવાર પહેલા જ્યાં વરસાદની એન્ટ્રી થઈ છે તેને લઈને આ વર્ષે વરસાદ નવરાત્રિમાં ગરબે રમવા દેશે કે નહીં તેને લઈને લોકો સહિત ગરબા આયોજકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.