રજાના દિવસે રાજકોટની આ શાળા ચાલુ રહેતા NSUI દ્વારા ઉગ્ર રજૂઆત, પોલીસે આગેવાનોની ટીંગાટોળી કરી - Rajkot NSUI protest - RAJKOT NSUI PROTEST
Published : Jun 18, 2024, 4:07 PM IST
રાજકોટ : જાહેર રજાના દિવસે રાજકોટ શહેરમાં એક શાળા ચાલુ રહેતા NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે ધોળકિયા સ્કૂલ રજાના દિવસે પણ ખુલ્લી હતી. જે બાબતે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જોકે બાદમાં વાતાવરણ ગરમાતા તાત્કાલિક પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઉગ્ર રજૂઆત કરી રહેલા NSUI આગેવાનોની અટકાયત પણ કરી હતી. કેટલાક આગેવાનોની તો ટીંગાટોળી કરવી પડી હતી. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી નિલેશ રાણીપાએ કહ્યું કે, યોગ્ય પગલાં ભરવામાં આવશે. આ બાબતની જાણ થતા ગઈકાલે જ સ્કૂલ તરત જ બંધ કરવામાં આવી હતી. તપાસના આદેશ આપી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ પણ કરવામાં આવશે.