ગુજરાત

gujarat

ETV Bharat / videos

વલસાડ: કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સહાયની રાહમાં ખેડૂતો નિરાશ - VALSAD NEWS

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2024, 9:58 AM IST

વલસાડ: વલસાડ જિલ્લામાં ચાર મહિના પહેલા થયેલા કમોસમી વરસાદના કારણે ડાંગરના ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. જે અંગે સરકાર તરફથી સહાય માટે હજુ સુધી કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. તેથી આ વિલંબને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સહાય જાહેર કરવાની માંગ ઉઠાવી છે. સરકારે પાક નુકસાન માટે વળતર જાહેર નહીં કરતા ખેડૂતો નારાજ થયા છે. આર્થિક નુકસાની સહન કરી રહેલા ખેડૂતો સરકાર તરફથી તાકીદે આર્થિક સહાય અપાય તેવી આશામાં છે. આમ વલસાડ જિલ્લામાં લાખોનું થયેલું નુકસાન બાદ પણ સરકારે નુકસાનીનું વળતર ખેડૂતોને ચૂકવવા માટે કોઈ નિર્ણય લીધો નથી, તેમજ સર્વે કર્યા બાદ પણ ફાઈલ પેન્ડિંગ પડી છે ત્યારે ખેડૂતોની આશા સરકાર પાસે ઠગારીની ઉડી છે.

ABOUT THE AUTHOR

...view details