મુંબઈ: ભારતનું પેન્શન અંડર મેનેજમેન્ટ (AUM) 2030 સુધી વધીને 118 લાખ કરોડ થઈ જવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત આમા નેશનલ પેન્શન સીસ્ટમ (NPS) નો ભાગ 25 ટકાના આસપાસ થશે તેમ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
NPS પ્રાઇવેટ સેક્ટર AUM માં ભારી વાર્ષિક વૃદ્ધિ થઈ છે. અને ગયા પાંચ વર્ષોમાં તે વધીને 227 ટકા વધીને 2,78,102 કરોડ રૂપિયા થઈ ગયા છે. જે પહેલા 84,814 કરોડ રૂપિયા હતા. ડીએસપી પેન્શન ફંડ મેનેજમેન્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતની વૃદ્ધ વસ્તી 2025 સુધીમાં 2.5 ગણી થશે. સાથે જ નિવૃત્તિ બાદ આયુષ્ય દરમાં સરેરાશ 20 વર્ષનો વધારો થશે.
તાજેતરમાં ભારતમાં પેન્શન માર્કેટ ઘણું નાનું છે. ઉપરાંત ભારતની gdp માં તે માત્ર 3 ટકા ફાળો આપે છે. માહિતી અનુસાર, નિવૃત્તિ બચત ગેપ વાર્ષિક ધોરણે 10 ટકા વધવાની ધારણા છે. જે સંભવિતપણે 2050 સુધીમાં લગભગ 96 ટ્રિલિયન ડોલર પહોંચી જશે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભારતીય રિટેલ રોકાણકારો બજાર સંબંધિત રોકાણો તરફ પરંપરાગત બચત પદ્ધતિઓથી વધુને વધુ દૂર થઈ રહ્યા છે. છેલ્લા એક દશકમાં રોકડ અને બેન્ક ડિપોઝિટ પર નિર્ભરતા 62 ટકાથી વધીને 44 ટકા થઈ ગયા છે.
નાણાકીય વર્ષ 2020 અને 2024ના વચ્ચે નવા NPS નોંધણીમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. જેમાં પુરુષ સબ્સ્ક્રાઇબર્સમાં 65 ટકા અને મહિલા સબ્સ્ક્રાઇબર્સમાં 119 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2024 માં સારક દ્વારા રજૂ કરવામાં આવેલ NPS વત્સલયને સારો પ્રતિસાદ મળ્યો છે. જેને 89,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સને આકર્ષિત કર્યા છે.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, NPS ખાનગી ક્ષેત્રની AUM માં આગામી પાંચ વર્ષમાં 1.5 કરોડથી વધુ ગ્રાહકો સાથે રૂપિયા 9,12,000 કરોડથી વધુ થવાની ધારણા છે. ડીએસપી પેન્શન ફંડ મેનેજર્સના સીઇઓ રાહુલ ભગતે જણાવ્યું હતું કે, 'અમારું માનવું છે કે, ભારતનું પેન્શન બજાર ઝડપથી વિકાસના માર્ગે છે અને યોગ્ય નીતિઓ અને વધારી જાગરૂકતા સાથે તે તેના નાગરિકો માટે નોંધપાત્ર મૂલ્યોને અનલોક કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો: