સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદે લીધો એક બાળક સહિત 3 વ્યક્તિઓના જીવ - surat weather update - SURAT WEATHER UPDATE
Published : Jul 26, 2024, 3:09 PM IST
સુરત: રાજ્યમાં અનરાધાર વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ખાડીપૂરમાં અને વરસાદી પાણીમાં બે દિવસમાં એક બાળક સહિત 3 વ્યક્તિઓ ડૂબી ગયા હતાં. જેમાં સચિનના કનસાડમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભરાયેલા પાણીમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પરવટ ગામ નજીક ખાડીમાં આવેલા પૂરના પાણીમાં બુધવારે અને ગુરૂવારે ડૂબી ગયેલા બે યુવકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સચિનના કનસાડ રોડ પર ગોકુલધામ સોસાયટીમાં રહેતા સત્યેન્દ્ર વિર ડ્રાઈવર છે. તેમનો 13 વર્ષીય પુત્ર અનમોલ ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. બુધવારે અનમોલ ઘર નજીક રહેતા અન્ય બે મિત્રો સાથે ઘર પાસે ભવાની માતાના મંદિર નજીક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભરાયેલા વરસાદી પાણીમાં નહાવા માટે ગયા હતા.