ઉન ગામની સીમમાં પુલ ઉપર બે કદાવર દીપડાએ નજરે પડયાં - Un Village 2 Leopard
Published : May 16, 2024, 8:56 PM IST
સુરતઃ માંડવીથી હરિપુરા રાત્રીના સમયે આવી રહેલા વેટરનરી ડોક્ટરને ઉન ગામની સીમમાં પુલ ઉપર બે કદાવર દીપડાઓ નજરે પડયા હતાં. દીપડાઓથી ગરમી સહન થતી નથી. જેથી ખુલ્લી જગ્યામાં હવા આવતી હોય તેવા વિસ્તારમાં વિચરણ કરતાં હોય છે. દીપડો જાહેર માર્ગ પર નજર પડવાના હાલ ઘણા બનાવો સામે આવ્યા છે. બારડોલી તાલુકાના હરિપુરા ખાતે રહેતા વેટરનરી ડૉ. પ્રકાશભાઈ રાત્રીના સમયે માંડવીથી હરિપુરા પરત ફરી રહ્યા હતાં. આ દરમિયાન ઉન ગામની સીમમાં આવેલ પુલિયાની રેલિંગ પર એક સાથે બે કદાવર દીપડા નજરે પડયા હતાં. દીપડાઓ રાત્રીના સમયે લટાર મારતાં હોવાનો વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ અંગેની જાણ ગામમાં થતાં ગામમાં લોકોમાં દીપડા અંગે ભય જોવા મળી રહ્યો છે. જો કે માંડવીના તાપી પટ્ટાના વિસ્તારમાં દીપડાઓનું રહેઠાણ હોવાથી અવાર નવાર દીપડાઓ નજરે પડતાં હોય છે. પરંતુ હવે દીપડાઓ રાત્રીના સમયે મુખ્ય રસ્તા પર આવી ચઢતાં રાહદારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.