Mehsana Crime : નકલી ડોકટર બનેલો નિવૃત્ત એસટી કર્મચારી ઝડપાયો, મહેસાણા એસઓજી પોલીસે રેઇડ કરી કાર્યવાહી કરી - Fake Doctor Mahesh Himmatbhai Patel
Published : Mar 15, 2024, 3:12 PM IST
મહેસાણા : મહેસાણામાં નકલી ડોકટર બનેલો નિવૃત્ત એસ ટી કર્મચારી ઝડપાયો હતો. બોગસ દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો હતો. મહેસાણા જિલ્લાના કડીના લક્ષ્મિપૂરા (આદુંદરા)થી નકલી ડોકટર ઝડપાયો હતો. મહેશ હિંમતભાઈ પટેલ નામનો નકલી ડોકટર ઝડપાયો હતો. નિવૃત્ત એસ ટી કર્મચારી ડિગ્રી વગર મહેશ પટેલ નામનું બોર્ડ લગાવી દવાખાનું ચલાવતો હતો. મહેસાણા એસઓજી પોલીસે રેઇડ કરી કાર્યવાહી કરી હતી. જેમાં મહેશ પટેલ અને ભવાયા (નાયક) ભીખાભાઈ ગાંડાભાઈ નામના શખ્શોની ધરપકડ કરાઈ હતી. પોલીસે તેમની પાસેથી 11182 ની કિંમતનો દવાઓ તેમ જ અન્ય મેડિકલને લગતો સામાન પણ જપ્ત કરાયો હતો. મહેસાણા જિલ્લાના ગામડાંઓમાં નકલી ડોક્ટરોને વેપલો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો છે ત્યારે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કાર્યવાહી તેજ બનાવવાની આશા લોકોને છે.