ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધના કારણે પાણીને લઈને ભારે મુશ્કેલી, તંત્ર દ્રારા અન્ય વિકલ્પ ઉભો ન કરાતાં સાધુ સંતોએ વ્યક્ત કર્યો આક્રોશ - Mahashivratri 2024
Published : Mar 8, 2024, 1:29 PM IST
જૂનાગઢ: મહાશિવરાત્રીનો મેળો આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત કર્યા હતા. મેળા દરમિયાન શિવભક્તોને ખાસ કરીને સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસી ઓને પાણીને લઈને ભારે મુશ્કેલી જોવા મળી રહી છે. જેને લઈને સાધુ સંન્યાસીઓએ તંત્ર પર ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગિરનાર વિસ્તારમાં પ્લાસ્ટિક અને પાણીની બોટલ પ્રતિબંધિત કરાય છે તેને સાધુ સમાજ પણ આવકારી રહ્યો છે પરંતુ કોઈ પણ ચીજ વસ્તુઓને પ્રતિબંધિત કરતા પૂર્વે તેના વિકલ્પ સ્વરૂપે અન્ય ચીજ વસ્તુઓ ઊભી કરવાની જવાબદારી વ્યવસ્થા તંત્રની હોય છે. પરંતુ જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી એક પણ પ્રકારની આગવી વ્યવસ્થા નહીં થતા સાધુ સંતોએ પીવાના પાણીની મુશ્કેલીને લઈને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને મેળાના આયોજન સાથે સંકળાયેલા તમામ સરકારી વિભાગો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.