ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાપી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદથી ડાંગરની ખેતીને નુકસાનની ભીતિ, ખેડૂતો ચિંતામાં મુકાયા

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

તાપી: હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોએ ભારે ઉકળાટથી રાહત તો મેળવી પરંતુ ભારે પવન સાથે વરસાદ વરસવાને કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. તો બીજી તરફ તાપી જિલ્લો એ ખેતી પર નિર્ભર જિલ્લો છે, ત્યારે પાછોતરા વરસેલા વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતો સહિત અન્ય ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે દિવાળીનો તહેવાર પાસે હોવાથી ફટાકડાની દુકાન ધારકો પણ ચિંતામાં મુકાયા છે. દિવાળી ટાણે વરસાદને કારણે કેટલાક નાના વેપારીઓ જે રસ્તા પર ફટાકડાં સહિતનું વેચાણ કરે છે તેવા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. 

ABOUT THE AUTHOR

...view details