ગુજરાત

gujarat

ETV Bharat / videos

મુખ્યમંત્રી કેજરીવાલ બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે - kejariwal press - KEJARIWAL PRESS

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 1:20 PM IST

Updated : May 11, 2024, 1:45 PM IST

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે પ્રાચીન હનુમાનજીના મંદિર પહોંચ્યા હતા. કેજરીવાલે પત્ની સુનીતા સાથે હનુમાનજીની પૂજા કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે હાજર રહ્યા હતા. હનુમાનજીના મંદિરમાં પૂજા કર્યા બાદ અરવિંદ કેજરીવાલ કનોટ પ્લેસ ખાતે શનિ મંદિર અને નવગ્રહ મંદિર પહોંચ્યા હતા. આ પછી કેજરીવાલ આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાય અને સંજય સિંહે પણ હનુમાનજી મંદિરમાં પૂજા કરી હતી. મુખ્યમંત્રી કેજરીવાલ બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. તેઓ 39 દિવસ સુધી તિહાર જેલમાં કેદ રહ્યા. કોર્ટે તેમને 1 જૂન એટલે કે 22 દિવસની રાહત આપી છે. તેમણે 2 જૂને તિહારમાં સરેન્ડર કરવું પડશે. જેલમાંથી નીકળ્યા બાદ તેમણે રોડ શો કર્યો અને દિલ્હીના લોકો અને હનુમાનજીનો આભાર માન્યો હતો. તેમણે કાર્યકરોને કહ્યું કે આપણે બધાએ સાથે આવીને દેશને તાનાશાહીથી બચાવવાનો છે. હું તન, મન અને ધનથી લડી રહ્યો છું. તાનાશાહી સામે લડી રહ્યો છું.
Last Updated : May 11, 2024, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details