ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સલામતી અને સુરક્ષા રામ ભરોસે... - slab collapsed in surat navi civil - SLAB COLLAPSED IN SURAT NAVI CIVIL

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 4:31 PM IST

સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન ગણવામાં આવે છે. અહીં દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવે છે. પરંતુ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દાખલ દર્દીઓની સુરક્ષા અને સલામતી રામ ભરોસે હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નવી સિવિલ હોસ્પિટલની જૂની ઈમારતમાં આવેલ જી-0 વોર્ડના ડાયાલિસિસ વિભાગમાં સ્લેબ તૂટી પડવાની ઘટના બની છે. બે દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં મહિલા દર્દીનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. પાંડેસરા ખાતે રહેતી રાની દેવી મોર્યા નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે આવી હતી. 

ડાયાલિસિસની સારવાર દરમિયાન આ મહિલા ઉપર હોસ્પિટલનો જર્જરિત ઇમારતનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે મહિલાને કોઈ મોટી જાનહાની કે ઇજા ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના બાદ સુરત નવી હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. જ્યાં હોસ્પિટલ દ્વારા સંબંધિત વિભાગને જાણકારી કરી તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી કરાવી લેવામાં આવી હતી. હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે, દર્દીઓની સુરક્ષાના સલામતી એ હોસ્પિટલ પ્રશાસનની જવાબદારી છે. આગામી દિવસોમાં દર્દીઓને આ પ્રકારની કોઈ અગવડતા અથવા તકલીફ ન પડે તે માટે શિફ્ટિંગ માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. 

મહત્વનું છે કે નવી સિવિલ હોસ્પિટલના જી-0 વોર્ડમાં તો ઠીક પરંતુ તેની પાછળ આવેલ ભાગમાં આખે આખા સ્લેબ તૂટી પડ્યા છે. એટલું જ નહીં પરંતુ અન્ય પિલર અને સ્લેબના સળિયા પણ કટાઈ ચૂક્યા છે. જે બતાવે છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details