હૈદરાબાદ:આજના સમયમાં કોલેસ્ટ્રોલ વધવું એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા સમગ્ર વિશ્વમાં લગભગ તમામ ઉંમરના લોકોને ઝડપથી અસર કરી રહી છે. તેનું સૌથી મોટું કારણ છે અયોગ્ય ખાનપાન અને અનિયમિત જીવનશૈલી. ઠંડા વાતાવરણમાં, શરીરમાં LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે. ખરાબ કોલેસ્ટ્રોલને કારણે હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ રહે છે.
તેથી, નિષ્ણાતો હાઈ કોલેસ્ટ્રોલથી પીડિત લોકોને જીવનશૈલીમાં ફેરફાર કરવા અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને કુદરતી રીતે ઘટાડવામાં મદદરૂપ બને તેવી ખાદ્ય ચીજો પસંદ કરવાનું સૂચન કરે છે. આવી સ્થિતિમાં, આ અહેવાલ દ્વારા જાણો શિયાળામાં કોલેસ્ટ્રોલ વધવાના કારણો શું હોઈ શકે છે...
જાણો શિયાળામાં કેમ વધી જાય છે ખરાબ કોલેસ્ટ્રોલ ?
આધુનિક સમયમાં કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર ખૂબ જ ખતરનાક બની રહ્યું છે. તેનાથી વજન વધે છે. તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને ઘણી ગંભીર બીમારીઓનું જોખમ ઉભું કરે છે. તેથી, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે હવે જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરવો વધુ સારું છે.
ઠંડીની સિઝનમાં આ સમસ્યા ઘણી વધી જાય છે, કારણ કે ઠંડીની સિઝનમાં લોકો તળેલું, સાંતળેલું, ફેટી ફૂડ અને જંક ફૂડ વધુ ખાય છે. આ ખોરાકમાં ટ્રાન્સ ચરબી હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે.
શિયાળામાં લોકો ઘરમાં વધુ રહે છે અને ઓછા હરે-ફરે છે, આ સિઝનમાં લોકો આળસુ બની જાય છે અને કસરત પણ ઓછી કરે છે. જેના કારણે પણ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે.
આ ઉપરાંત, ઠંડીને કારણે, ધમનીઓ પણ સંકોચાય જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ નસોમાં જમા થવા લાગે છે. પરિણામ એ છે કે હૃદય પર દબાણ નોંધપાત્ર રીતે વધે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
બીજું કે, ઠંડા હવામાનમાં લોહી જાડું થઈ જાય છે, જેના કારણે હૃદય, ફેફસાં અને પગની નસોમાં ગંઠાઈ જવાનું જોખમ વધી જાય છે.
શિયાળાની ઋતુમાં લોકો વધુ મીઠાઈઓ ખાય છે, જેના કારણે શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર વધી જાય છે. જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ નસોમાં જમા થવા લાગે છે. સાથે જ દારૂ અને સિગારેટ જેવી આદતો પણ કોલેસ્ટ્રોલ વધારે છે. ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો ખૂબ જ ખતરનાક બની શકે છે.
આપને જણાવી દઈએ કે, કોલેસ્ટ્રોલ એક ફેટી ઓઈલી સ્ટીરોઈડ છે, જે સેલ મેમ્બ્રેનમાં જોવા મળે છે. આનાથી રક્તવાહિનીઓમાં પ્લેકની રચના થાય છે અને રક્ત પુરવઠામાં અવરોધ ઊભો થાય છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
(ખાસ નોંધ:આ અહેવાલમાં આપને આપવામાં આવેલી તમામ આરોગ્ય સંબંધિત માહિતી અને સલાહ ફક્ત સામાન્ય માહિતી માટે છે. અમે આ માહિતી વૈજ્ઞાનિક સંશોધન, અભ્યાસ, તબીબી અને આરોગ્ય વ્યવસાયિક સલાહના આધારે પ્રદાન કરીએ છીએ. તમારે તેના વિશે વિગતવાર જાણવું જોઈએ અને આ પદ્ધતિ અથવા પ્રક્રિયા અપનાવતા પહેલા તમારા અંગત ચિકિત્સકની સલાહ લેવી જોઈએ.)
- શું શરાબનું સેવન હૃદય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક ? શું કહે છે ડોકટરો ?
- સ્તન કેન્સરની ચપેટમાં કેમ આવી રહી છે યુવતીઓ, ડૉક્ટરનું શું કહેવું છે જાણો ?