સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં 18 વર્ષની યુવતી ઉપર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આરોપી છેલ્લા કેટલાક મહિનાથી યુવતીને હવસનો શિકાર બનાવી રહ્યો હતો. સમગ્ર મામલે પોલીસે નરાધમ આરોપી કેતન પરમારની ધરપકડ કરી છે. આરોપી કેતન પરમાર કિડ્સ નર્સરી ચલાવે છે. કેતન ભોગબનાર યુવતીના ઘરે અવારનવાર આવતો હતો, જેથી પરિવારમાં દીકરી એકલી હતી ત્યારે એકલતાનો ફાયદો ઉઠાવીને તેને પીંખતો હતો.
યુવતીને દારૂ પીવડાવીને જબરજસ્તી સંબંધ બાંધતો
વિગતો મુજબ, જ્યારે પીડિતા ઘરમાં એકલી હોય ત્યારે આરોપી તેના ઘરમાં આવી જતો હતો. આ બાદ બળજબરીપૂર્વક દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો. પીડિતાએ તેનો વિરોધ નોંધાવતા આરોપીએ બેલ્ટ વડે તેને માર માર્યો અને દુષ્કર્મ આચર્યું હતું. આ રીતે આરોપી સતત 6-7 મહિના સુધી ભોગબનાર સાથે દુષ્કર્મ આચર્યું હતું. અંતે ભોગબનાર તરુણીએ સમગ્ર ઘટના મામાને કેહતા સમગ્ર મામલો અડાજણ પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો.
પીડિતાની માતાનો મિત્ર હતો આરોપી
આ મામલે ACP બી.એમ ચૌધરીએ જણાવ્યું કે, અડાજણ વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતીએ પોતાની સાથે માતાના મિત્ર એવા યુવક દ્વારા 6-7 મહિનાથી બળાત્કાર ગુજારાતો હોવાની ફરિયાદ કરી છે. યુવતીનું કહેવું છે કે, આરોપી દારૂ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો, યુવતી તેનો વિરોધ કરે તો નરાધમ બળાત્કારી તેને પટ્ટા વડે માર મારતો હતો.
પીડિતાએ મામાને જાણ કરતા ભાંડો ફૂટ્યો
સમગ્ર મામલે અડાજણ પોલીસે પરવત પાટિયા મોડર્ન ટાઉનશિપ સામે જલારામ સોસાયટીમાં રહેતા 41 વર્ષીય આરોપી કેતન પરમાર સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ પણ કરી લીધી છે. બળાત્કારી કેતન પીડિતાની માતાનો ખાસ મિત્ર હોવાના કારણે ત્યાં આવતો જતો રહેતો હતો. અને યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. જેથી તેના આવા ત્રાસ વધતા જતાં યુવતીએ પોતાના મામા સહિત સંબંધીઓને વાત કરી હતી. તેમની મદદથી પોલીસે ફરિયાદ નોંધી કેતન પરમારની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: