ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'પુષ્પા 2'નું 'કિસિક' સોંગ રિલીઝ: શ્રીલીલા અને અલ્લુ અર્જુનની જબરદસ્ત કેમેસ્ટ્રીએ લગાવી આગ - KISIK SONG FROM PUSHPA 2

અલ્લુ અર્જુનના પુષ્પા 2 નું મોસ્ટ અવેટેડ ગીત 'કિસિક' આખરે રિલીઝ થયું છે, જેમાં શ્રીલીલાએ તેના અદભૂત ડાન્સ મૂવ્સથી આગ લગાવી દીધી છે.

કિસિક સોંગ પોસ્ટર
કિસિક સોંગ પોસ્ટર (Song Poster)

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2024, 7:55 AM IST

હૈદરાબાદ :અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. વર્ષ 2021માં રિલીઝ થયેલી 'પુષ્પા: ધ રાઈઝ' ફિલ્મથી સમગ્ર ભારતમાં હલચલ મચી હતી. તેના ગીતો, નૃત્ય, સંવાદો અને વાર્તા બધું જ દર્શકોને પસંદ આવ્યું હતું. ફિલ્મની વાર્તા એક રસપ્રદ વળાંક પર પૂરી થઈ , હવે પુષ્પાઃ ધ રૂલની વાર્તા એ જ વળાંકથી શરૂ થશે.

મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'પુષ્પા 2' :'પુષ્પા 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેણે દર્શકોમાં ઘણો ઉત્સાહ વધાર્યો છે. એટલા માટે ચાહકો તેના દરેક અપડેટ વિશે ઉત્સુક રહે છે. હવે તાજેતરમાં જ નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે શ્રીલીલાનો સ્પેશિયલ ડાન્સ નંબર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. ત્યારથી દર્શકો તેના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા, હવે આખરે ગીત રિલીઝ થઈ ગયું છે.

'પુષ્પા 2' નું 'કિસિક' સોન્ગ :શ્રીલીલાને ડાન્સિંગ ક્વીન તરીકે ઓળખવામાં આવે છે અને પ્રેક્ષકો તેના દરેક ખાસ ડાન્સની આતુરતાથી રાહ જુએ છે. હવે શ્રીલીલાએ કિસિકમાં એવો જ કરિશ્મા બતાવ્યો છે, જેમાં અલ્લુ અર્જુને તેને પૂરો સાથ આપ્યો છે. એક તરફ શ્રીલીલાએ તેના સદાબહાર ડાન્સ મૂવ્સ અને એક્સપ્રેશનથી ફેન્સના દિલ જીતી લીધા, જ્યારે અલ્લુ અર્જુને તેના કરિશ્માથી સ્ટેજ પર આગ લગાવી દીધી છે.

શ્રીલીલાનું સ્પેશિયલ ડાન્સ નંબર :પુષ્પા: ધ રાઇઝમાં સમન્થાના "ઉ અંતાવા"એ દેશભરમાં હલચલ મચાવી દીધી, આ સોંગ પણ ઘણા દિવસો સુધી દરેકના હોઠ પર હતું અને આજે પણ આ ગીત એટલું જ યાદગાર છે. શ્રીલીલાના આ ખાસ નૃત્ય પાસેથી દર્શકોની આ જ અપેક્ષા હતી, જેમાં તેણી સાચી પડી છે.

અલ્લુ અર્જુન-શ્રીલીલાની સિઝલિંગ કેમેસ્ટ્રી :ગીતનો પ્રોમો રિલીઝ કરતા Mythri મૂવી મેકર્સએ લખ્યું કે 'આઇકન સ્ટારની સિઝલિંગ કેમિસ્ટ્રી દંગ કરી દેશે', જે સાચું સાબિત થયું. શ્રીલીલા અને અલ્લુ અર્જુનની કેમેસ્ટ્રીએ હલચલ મચાવી દીધી હતી. સ્પેશિયલ આઇટમ નંબરને દર્શકોએ ખૂબ પસંદ કર્યું અને સોશિયલ મીડિયા પર શ્રીલીલા અને અલ્લુ અર્જુન પર ઘણો પ્રેમ વરસાવ્યો. આ ગીતનું સંગીત દેવી શ્રી પ્રસાદે આપ્યું છે.

  1. 'પુષ્પા 2' ટ્રેલરને સૌથી ઝડપી 100M વ્યુ મળ્યા, ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઇતિહાસ રચાયો
  2. 'પુષ્પા 2' નું આઇટમ સોંગ 'કિસ્સિક' માં અલ્લુ અર્જુન સાથે ધમાલ મચાવશે ડાન્સિંગ ક્વિન

ABOUT THE AUTHOR

...view details