હૈદરાબાદઃ સોશિયલ મીડિયા પર ધ રિબેલ કિડ તરીકે જાણીતી કન્ટેન્ટ ક્રિએટર અપૂર્વા મુખિજા ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોના વિવાદ બાદ આકરી ટીકાનો સામનો કરી રહી છે. તે અને યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને શો પર અશ્લીલ અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો. આ બધા વચ્ચે અપૂર્વાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
શોમાં આવ્યા બાદથી અપૂર્વાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં જાતીય સતામણી, જાનથી મારી નાખવાની ધમકીઓ અને ઉત્પીડનનો સમાવેશ થાય છે. આના પર પ્રતિક્રિયા આપતા, તેણીના શ્રેષ્ઠ મિત્ર અને સાથી કન્ટેન્ટ ક્રિએટર રીદા થરાનાએ ટ્રોલ્સની ટિપ્પણીઓની નિંદા કરી અને અપૂર્વાને પોતાનું સમર્થન આપ્યું હતું.

રીદાએ શનિવારે (15 ફેબ્રુઆરી) ના રોજ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ અપલોડ કરી, જેના પર તેણે એક લાંબી નોટ લખી હતી. તે નોટને શેર કરતા રીદાએ કેપ્શનમાં લખ્યું, 'મને ક્યારેય શંકા નથી કે, કેટલાક લોકો મહિલાઓને માત્ર એટલા માટે નફરત કરે છે કારણ કે, તેઓ મહિલા છે, માત્ર એટલા માટે કે તેઓ શ્વાસ લે છે, અસ્તિત્વ ધરાવે છે, પોતાની જાતને પ્રેમ કરે છે અને આગળ વધવાની હિંમત ધરાવે છે.'
રીદાએ આગળ લખ્યું કે, 'એક મહિલાની સાથે આ સમસ્યા થઈ શકે છે, પરંતુ હકીકત એ છે કે, તે એક મહિલા છે, તેથી આ બાબત તેને વધુ ખરાબ કરે છે. જ્યારે તમને સતત ધમકીઓ આપવામાં આવે, તમારા જીવનનો ડર હોય અને એવા દેશમાં રહેતા હોય કે, જેને તમારી રક્ષા કરવી જોઈએ. ત્યારે તમે કેવી રીતે સુરક્ષિત અનુભવી શકો?' તેણીએ લખ્યું કે, 'આ ખૂબ જ અન્યાયી છે, તેની સાથે જે નફરત અને ક્રૂરતા કરવામાં આવી રહી છે. હું માત્ર આશા રાખું છું કે, તમારામાંથી કોઈને તે જેમાંથી પસાર થઈ રહી છે તેનો અનુભવ ન કરવો પડે.'
અપૂર્વાને કરણી સેના તરફથી મળી ધમકી
અપૂર્વાને આવતા મહિને જયપુરમાં યોજાનાર ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (આઇફા) એવોર્ડ ફંક્શનના સત્તાવાર એમ્બેસેડરની યાદીમાંથી હટાવી દેવામાં આવી છે. કરણી સેનાએ અપૂર્વા સાથેના શૂટિંગમાં ખલેલ પહોંચાડવાની ધમકી પણ આપી છે.
'ઇન્ડિયા ગોટ લેટેન્ટ' વિવાદ
'ઇન્ડિયા ગોટ લેટેન્ટ'માં રણવીર અલ્હાબાદિયાના તેના પેરેન્ટ્સ વિશેના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો છે. આ મામલામાં અપૂર્વા વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે, જેના સંબંધમાં પોલીસે આ અઠવાડિયાની શરૂઆતમાં તેની પૂછપરછ કરી હતી. બીજી તરફ, રણવીર અલાહબાદિયાએ પોતાની ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી લીધી છે. સમય રૈનાએ YouTube પરથી ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના તમામ એપિસોડ હટાવી દીધા છે.
આ પણ વાંચો: