ETV Bharat / entertainment

વધેલી દાઢી સાથે આકર્ષક લુકમાં જોવા મળ્યો કાર્તિક આર્યન, જુઓ 'આશિકી 3'નો ફસ્ટ લુક - AASHIQUI 3 ANNOUNCE

કાર્તિક આર્યનની આગામી મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મનો ફર્સ્ટ લૂક અને રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

'આશિકી 3'નો ફસ્ટ લુક
'આશિકી 3'નો ફસ્ટ લુક ((Photo: Film Poster))
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2025, 1:20 PM IST

હૈદરાબાદ: 'આશિકી' અને 'આશિકી 2'ની અપાર સફળતા બાદ, દર્શકો આ મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ 'આશિકી 3'ના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા હતી કે કાર્તિક આર્યનને 'આશિકી 3' માટે પસંદ કરવામાં આવ્યો છે. હવે એવું લાગે છે કે મેકર્સે રાહનો અંત લાવી દીધો છે પરંતુ થોડા સસ્પેન્સ સાથે. ટી-સીરીઝના ભૂષણ કુમારે કાર્તિક આર્યન સ્ટારર મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે પરંતુ ક્યાંય પણ 'આશિકી 3'નો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ ટીઝર જોયા બાદ લોકો કહી રહ્યા છે કે આ 'આશિકી 3' છે.

ફિલ્મનો ફર્સ્ટ લૂક અને રિલીઝ ડેટ : કાર્તિક આર્યનએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફર્સ્ટ લૂક શેર કર્યો છે, જેમાં કાર્તિક ખૂબ જ ઇન્ટિન્સ લુકમાં જોવા મળી રહ્યો છે. તે ગિટાર સાથે સ્ટેજ પર આવે છે અને ગાવાનું શરૂ કરે છે. કાર્તિક આર્યનની આગામી મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મનો ફર્સ્ટ લૂક અને રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. તુ મેરી આશિકી હૈ ગાતી વખતે, કાર્તિક એકદમ હૃદયભંગ થયેલા પ્રેમી જેવો દેખાય છે. ટીઝર રિલીઝ કરતી વખતે કાર્તિકે લખ્યું, 'આ દિવાળી'. તેણે અનુરાગ બાસુ, ભૂષણ કુમાર, પ્રીતમને પણ ટેગ કર્યા છે.

આ સાઉથ બ્યુટી સાથે રોમાન્સ કરશેઃ મેકર્સે આ ફર્સ્ટ લુકમાં મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મની હિરોઈનનો પણ ખુલાસો કર્યો છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અન્ય કોઈ નહીં પરંતુ સાઉથની અભિનેત્રી શ્રીલીલા સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મ 2025ની દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

શું આ 'આશિકી 3' છે?: મેકર્સે ફર્સ્ટ લુક સાથે ફિલ્મનું નામ નથી જણાવ્યું, પરંતુ લોકો કહી રહ્યા છે કે આ 'આશિકી 3' છે. કારણ કે કાર્તિક આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતો. જ્યારે 'તુ હી આશિકી હૈ...' ગીતના બોલ પણ જણાવે છે કે આ એક રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ આશિકી 3 છે. તે ગમે તે હોય, દર્શકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

આ પણ વાંચો:

  1. રણવીર અલ્હાબાદિયા વિવાદ વચ્ચે IGL શોની અપૂર્વા મુખિજાને મળી મારી નાખવાની ધમકી?
  2. વેલેન્ટાઈન ડે પર છવાઈ "છાવા", છત્રપતિ શંભાજી મહારાજે કરી ગર્જના, જુઓ દર્શકોનો રિવ્યુ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.