મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર સ્ક્રીન પર ચમકવા માટે તૈયાર છે, આ વખતે વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' ની સિક્વલ આગામી ગુજરાતી ફિલ્મ 'ફક્ત પુરૂષો માટે'માં મુખ્ય ભૂમિકામાં દેખાશે.
ફિલ્મમાં 'બિગ બી' ભગવાનની ભૂમિકામાં: આગામી ફિલ્મનું પ્રથમ પોસ્ટર મેકર્સ દ્વારા રવિવારે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં 'બિગ બી' ભગવાનની ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન, તે અગાઉ 'ગોડ તુસ્સી ગ્રેટ હો' (2008) માં ભગવાનની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મ સ્વતંત્રતા દિવસ, 15 ઓગસ્ટ, 2024ના રોજ રિલીઝ થવાની છે.
અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનોઉત્સાહ: 'ફક્ત પુરૂષો માટે' આ ફીલ્મ લિંગ સમાનતા અને પેઢીગત સંઘર્ષની થીમ્સની આસપાસ ફરે છે, અને આ 2 થીમ પર જ નિર્દેશક જાય બોડાસે સંપૂર્ણ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. નિર્માતા આનંદ પંડિતે અભિનેતાના અપ્રતિમ સમર્પણ અને વ્યાવસાયિકતાને ઉજાગર કરતા ફરી એકવાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. "અમે શ્રી બચ્ચન સર સાથે 6 જૂને શૂટ કર્યું હતું, અને સેટ પરના દરેક લોકો તેમની ઉર્જા અને 'લાર્જર ધ લાઈફ' ઓરાથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા," આનંદ પંડિતે ફ્રેન્ચાઈઝીની બંને ફિલ્મોમાં બચ્ચનની અભિન્ન ભૂમિકા પર ભાર મૂકતા ટિપ્પણી કરી હતી.