ઘરમાં ઘૂસ્યો મહાકાય અજગર, પછી થયું એવું કે... - હરિદ્વારમાં અજગરનો બચાવ
🎬 Watch Now: Feature Video
ભારે વરસાદમાં બીલમાં પાણી ભરાવાને કારણે સાપ માનવ વસ્તીની નજીક આવતા જોવા મળે છે. તાજેતરનો મામલો હરિદ્વારના રિશીકુલમાં પત્રકાર અને શિક્ષક દીપક નૌટિયાલના ઘરનો છે. સવારે ઘરની બાલ્કનીમાં એક મહાકાય અજગર દેખાયો હતો. જે બાદ દીપક નૌટિયાલે તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ અજગરને બચાવી (Rescue Of Python In Haridwar) લીધો હતો. દીપક નૌટિયાલ કહે છે કે અજગરનું ઘરના બીજા માળે પહોંચવું આશ્ચર્યજનક છે.