શિયાળ એકલું ફરવા ચાલ્યું ને પાછળ રાણા આવ્યા, પછી થયું એવું કે... - Junagadh Lion Safari
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: શાળામાં આવતી રમણલાલ સોનીની કવિતા જંગલના ચિત્રોમાં સાચી પુરવાર થાય છે. પણ જૂનાગઢના જંગલમાં પ્રાણીઓની દુનિયામાં ક્યારેય એવું પણ બને કે લટાર મારવા નીકળ્યા હોય પાછળથી અચાનક વનરાજા આવી જાય. શિયાળ ફરવા નીકળ્યું હતું અને સિંહ પાછળથી અચાનક આવી ગયો હતો. એટલે કાવ્યપંક્તિને થોડી અલગથી લખી શકાય કે, શિયાળ એકલું ફરવા ચાલ્યું ને પાછળ રાણાસિંહ મળ્યા. ગીર જંગલનો અદભુત વીડિયો સામે આવ્યો છે. શિયાળની પાછળ જંગલનો રાજા સિંહ આવતો હોય આ પ્રકારના વીડિયો જૂનાગઢના જંગલમાંથી સામે આવ્યો છે. જેનાથી ખરેખર રોમાંચ અનુભવાય છે. આ વીડિયો કેપ્ચર કરવાની તક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારને મળી હતી. આ વીડિયો ચોમાસાની સીઝનમાં જંગલના નજારાના દર્શન કરાવે છે. હાલ તો જંગલના રાજા વેકેશન મુડમાં છે. પણ ચોમાસામાં જંગલનું દ્રષ્ય કંઈક અલગ હોય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શિયાળ આગળની બાજુ જોઈ રહ્યું છે. એની પાછળ વનરાજા ટહેલતા ટહેલતા આવી રહ્યા છે. જાણે શિકાર કરવાના મૂડમાં હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. જોકે, આ પ્રકારના વીડિયો કેમેરામાં કેદ કરવા કઠિન હોય છે.
Last Updated : Jun 19, 2022, 6:27 PM IST