આ રેલ્વે ફાટકને કેમ ખોલ બંધ પાયલટ દ્વારા જ કરવામાં આવે છે, જાણો તેના વિશે...
🎬 Watch Now: Feature Video
બિહાર : બિહારના સિવાનમાં એક એવો રેલવે ફાટક(UNIQUE RAILWAY GATE OF SIWAN) છે, જ્યાં કોઈ ગેટમેન નથી. ટ્રેનના આગમન અને ઉપડતી વખતે ડ્રાઈવર કે કર્મચારીએ ટ્રેનમાંથી નીચે ઉતરીને ફાટક જાતે બંધ અને ખોલવાનો હોય છે. કેટલીક વખત તો પાયલટ ફાટક બંધ કર્યા વગર જ ટ્રેન જવા દે છે. આ ફાટક સિવાન - મશરક પર આવેલ છે. આ ઘટનાનો વીડિયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ પ્રક્રિયા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે. જ્યારે આ સમગ્ર મામલે વારાણસી રેલ્વે વિભાગના જનસંપર્ક અધિકારી અશોક કુમારનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે ' આને સિંગલ ટ્રેન સિસ્ટમ કહેવાય છે, ગમે તે થાય, નિયમો સુસંગત છે. અહીં નિયમ છે કે લેવલ ક્રોસિંગ ફાટક ટ્રેનને રોકીને બંધ કરી દેવામાં આવશે. ગોરખપુર રેલવેના વરિષ્ઠ સેક્શન એન્જિનિયર ઉપેન્દ્ર સિંહે જણાવ્યું કે, મહારાજગંજ-મશરક રેલવે સેક્શન પર કોઈ ક્રોસિંગ સ્ટેશન નથી. જેના કારણે મુશ્કેલી પડી રહી છે. આ કારણથી ટ્રેન ઉભી રાખ્યા બાદ જ ફાટક મુકવામાં આવે છે, પરંતુ ટૂંક સમયમાં આ સમસ્યા દૂર થઈ જશે.