ઉપલેટા મામલતદારે નેશનલ હાઇવે પર બેરીકેટીંગ તોડી રોંગ સાઈડ અકસ્માત થાય તેમ ઘૂસી આવેલ ખનીજના ટ્રકને કર્યો સીઝ - undefined
🎬 Watch Now: Feature Video
ઉપલેટા મામલતદાર ગોવિંદજી મહાવદીયા ધોરાજી પ્રાંત અધિકારી કચેરીમાં યોજાયેલ પાણીસમિતિ બેઠકમાં ગયા હતા. જે બાદ બેઠક પૂર્ણ કરીને પરત ફરતી વખતે નેશનલ હાઇવે પર ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલા પોપ્યુલર ટાયર્સમા બેરીકેટીંગ તોડી રોંગ અકસ્માત થાય તેમ ઘૂસી ગયેલા હતા. એક ખનીજના ટ્રકની તપાસ કરતા તેમાં રહેલ બેલા પથ્થરનો ખનીજનો જથ્થો ગેરકાયદેસર એટલે કે રોયલ્ટી પાસ વગરનો હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ મામલતદારે તપાસ કરતા ટ્રકમા બેલા પથ્થરનો 15 ટનનો જથ્થો રોયલ્ટી વગરનો હોવાનું જાહેર થતા ઉપલેટા મામલતદારે રુપિયા 10.11 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને સમગ્ર બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.