રોશન આરા.અમદાવાદઃ અમદાવાદ તેના ઐતિહાસિક મોન્યુમેન્ટ્સ અને જુના માર્કેટ માટે ખૂબ જ ફેમસ છે. તેમાંથી એક અમદાવાદનું માધૂપુરા મસાલા માર્કેટ છે. જે ગુજરાતમાં મસાલા અને ડ્રાયફૂટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલું આ બજારમાં અન્ય બજાર કરતા સસ્તા ભાવે જુદી જુદી વેરાઈટીના માસાલા અને સુકા મેવા મળી જાય છે.
માધુપુરા માર્કેટ અંગે જાણવા જેવુંઃ અમદાવાદના જુના બજાર વર્લ્ડ ફેમસ બજાર છે. આમ તો અમદાવાદમાં ઘણા બજારો આવેલા છે, જ્યાં ઘરવખરીથી માંડીને જવેલરી સુધીની તમામ વસ્તુઓ મળી જાય છે, પરંતુ અમદાવાદના માધૂપુરા મસાલા માર્કેટ ખાસ સૂકા મેવા જાણીતું માર્કેટ છે. અમદાવાદની માધુપુરા મસાલા માર્કેટ વરસે 1843 થી ભરાય છે આઝાદી પહેલા મસાલાના ખરીદ વેચાણ માટે શરાફ પણ રાખવામાં આવતા હતા. આજે પણ આ મસાલા માર્કેટમાં કેટલીક દુકાને એવી છે જેનો કારોબાર તેમની ચોથી પેઢી સાંભળી રહી છે. આ બજારમાં 700 થી વધારે નાની મોટી દુકાનો આવેલી છે. જેમાં 5000 થી વધુ માણસો કામ કરે છે.
શું કહે છે દુકાનદારોઃ આ સંદર્ભમાં એક દુકાનદાર અંકિતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, માધુપુરા મસાલા માર્કેટ સૌથી જુનું અને જાણીતું માર્કેટ છે અને અહીંયા દરેક પ્રકારના ડ્રાયફ્રુટ અને મસાલાનો વેપાર કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને કાળા મરી, લવિંગ, ઈલાયચી, કસ્તુરી મેથી, તજ, ખસખસ, ધાણા, જીરું, મોટી ઈલાયચી, મરચું, હળદર સહિતના અને અલગ અલગ મસાલાઓની વેરાઈટી છે. આની સાથે ડ્રાયફ્રુટ કરિયાણાની વસ્તુઓ ખાણ, ઘી, ગોળ વગેરે હોય છે. જેનો ભાવ બજારમાં અન્ય દુકાનો કરતા ઓછા હોય છે. અહીંથી ઘણા લોકો એક વર્ષના મસાલા અને કરિયાણું ભરીને જાય છે. આખા ગુજરાત અને બહારથી પણ લોકો અહીંયાથી મસાલા ખરીદવા માટે આવે છે. અહીંયા મળતી દરેક મસાલા અને કરિયાણીની વસ્તુના ભાવ તેના જથ્થા અને વેરાયટી મુજબ અલગ અલગ હોય છે.
બીજા એક વેપારીએ જણાવ્યું હતું કે, માધૂપુરા માર્કેટ વર્લ્ડ ફેમસ માર્કેટ છે અહીંયા મરચું, મસાલા અને સ્પાઈસીસ દરેક પ્રકારના મળી જાય છે. લગ્નસરાની સિઝન થાય છે. ત્યારે લોકો વધારે મસાલા ખરીદે છે અને કોઈપણ પ્રસંગ માટે અહીંયા લોકો મસાલો ખરીદવા માટે આવે છે. ત્રીજા એક વેપારીએ જણાવ્યું હતું કે, અહીંયા વ્યાજબી ભાવે કરિયાણું અને મસાલો મળે છે અને પબ્લિક લેવા માટે ખૂબ જ રસ દાખવે છે.

અહીં ખરીદી કરતા ગ્રાહકો શું કહે છેઃ અહીંયા મસાલા ખરીદવા માટે આવેલા એક ગ્રાહકે જણાવ્યું હતું કે, હું મારા ઘર માટે મસાલો અને કરિયાણાનો સામાન લેવા માટે આવ્યો છું? અહીંયાથી મેં અનાજ પણ લીધા અમે દસ વર્ષથી અહીંયા મસાલા ખરીદી રહ્યા છીએ.
એક ગ્રાહક બેને જણાવ્યું હતું કે, દુકાનમાંથી કરિયાણું લઈએ એનાથી સારું છે કે, જથ્થાબંધમાં લેવું તેનાથી વધારે ફાયદો ઓછા થાય છે. એટલે અમે વર્ષ દરમિયાન એ અહીંયા થી સામાન લેવા માટે આવ્યો છે અને તમામ પ્રકારના મસાલો અને ડ્રાયફ્રુટ અહીંથી લઈ જઈએ છીએ. અહીંયા તાજો અને નવો માલ મળે છે અને ઘર વપરાશની બધી જ વસ્તુઓ અમે અહીંયાથી લીધી છે.

એક ગ્રાહક જણાવ્યું હતું કે, હું વર્ષોથી અહીંયા મસાલા ખરીદવા માટે આવું છું અને લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગમાં અહીંથી તમામ પ્રકારની વસ્તુઓ અને મસાલો પરચેસ કરું છું અહીંયા બહુ સારું અનાજ કરિયાણું ડ્રાયફૂડ અને મસાલો મળે છે.