ભાગલપુર, બિહાર: JDUએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાગલપુર મુલાકાત માટે લગભગ ભાજપ જેટલું જ એડીચોટીનું જોર લગાવ્યું છે. પરંતુ પાર્ટી જેની રાહ જોઈ રહી હતી તે થઈ શક્યું નથી. વાસ્તવમાં ભાગલપુરમાં કાર્યક્રમમાં જ્યારે પીએમ મોદીએ સંબોધન શરૂ કર્યું તો નિતિશ કુમાર અને તેમની પાર્ટીનો ચહેરા ચમકી ઉઠ્યો હતો. પીએમ મોદીએ તેમના સંબોધનમાં નીતિશ કુમારને 'અમારા લાડકા મુખ્યમંત્રી' તરીકે સંબોધ્યા, પરંતુ તે ન કહ્યું જેની રાહ નીતિશ અને તેમની પાર્ટી જોઈ રહી હતી.
નીતીશ કુમારે જનતા પાસેથી માંગ્યું સમર્થનઃ નીતીશ કુમારે પોતાના સંબોધનમાં જનતાને બિહાર વિધાનસભા ચૂંટણી માટે ફરી એકવાર ચૂંટણીનું નામ લીધા વિના સમર્થન માંગ્યું અને કહ્યું કે આ વખતે પણ તમે ગયા વખતની જેમ જ કરજો. તો જ બિહારનો વધુ વિકાસ થશે. અમે લોકોએ કેટલો વિકાસ કર્યો છે.
'' સમગ્ર બિહાર માટે કામ થશે, તેઓ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે. અમે લોકો તેમના (PM મોદી) નેતૃત્વમાં જ કામ કરી રહ્યા છીએ. તેથી, આગામી સમયમાં પણ જે થવાનું છે (વિધાનસભા ચૂંટણી) તેમાં આપ લોકો પાસે એજ અપેક્ષા છે કે, પહેલાની જેમ સંપૂર્ણ સહકાર આપશો." - નીતિશ કુમાર, મુખ્યમંત્રી, બિહાર

PMએ નીતિશને ગણાવ્યા 'લાડલા': નીતિશ કુમારને અપેક્ષા હતી કે વડાપ્રધાન પણ ચૂંટણીને લઈને કંઈક કહેશે, પરંતુ એવું થયું નહીં. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાને પોતાના ઈશારામાં પણ કંઈ કહ્યું નહીં. જો કે, ભાગલપુરના મંચ પરથી પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન જ્યારે મંચ પર હાજર નેતાઓના નામ લેવાનું શરૂ કર્યું ત્યારે તેમણે નીતિશ કુમારને અમારા લાડલા મુખ્યમંત્રી ગણાવ્યા, પરંતુ જનતા દળ યુનાઈટેડની આશાઓ અધૂરી રહી.

“મંચ પર બેઠેલા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, બિહારના લોકપ્રિય અને બિહારના વિકાસ માટે સમર્પિત અમારા લાડકા મુખ્યમંત્રી નીતીશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાંના મારા સાથીદારો, શિવરાજ સિંહ ચૌહાણ, જીતન રામ માંઝી, ગિરિરાજ સિંહ, ચિરાગ પાસવાન, રાજ્યના અન્ય મંત્રીઓ અને મહાનુભાવો, હું ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનોને ખૂબ જ આદરપૂર્વક નમન કરૂ છું. મહાકુંભના સમયે આ ધરતી પર આવવું એ એક રીતે મોટું સૌભગ્ય છે " - નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

PMએ બિહાર ચૂંટણીનો ઉલ્લેખ ન કર્યોઃ આપને જણાવી દઈએ કે, ભાજપ હંમેશા નીતીશ કુમારને બિહારમાં NDAનો મુખ્યપ્રધાન ચહેરો ગણાવતી રહી છે. જેડીયુને આશા હતી કે પીએમ મોદી પણ સ્ટેજ પરથી આની જાહેરાત કરશે, પરંતુ એવું કંઈ થયું નહીં. પીએમએ નીતિશ કુમારના કામની ખૂબ પ્રશંસા કરી, પરંતુ 2025માં બિહારની ચૂંટણીમાં એનડીએના ચહેરાની જાહેરાત કરી ન હતી, જેની પાર્ટી આતુરતાથી રાહ જોઈ રહી હતી.
પીએમએ અસમંજસને ઉકેલવાનો ન કર્યો પ્રયાસ : પીએમ મોદીએ ચૂંટણી અને સીએમ ચહેરાને લઈને કશું કહ્યું નહીં, જેના કારણે ફરી એકવાર રાજકીય અસમંજસની સ્થિતિ સર્જાઈ શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપનો ચહેરો બદલાયા બાદ આ મૂંઝવણ શરૂ થઈ હતી. મહારાષ્ટ્રની જેમ બિહારમાં પણ ભાજપ ખેલા કરી શકે છે તેવી ચર્ચા વારંવાર થઈ રહી છે. અગાઉ અમિત શાહે પણ નીતિશના ચહેરા પર બિહારમાં ચૂંટણી લડવાના પ્રશ્ન પર મૌન સેવ્યું હતું. ત્યારથી વિપક્ષ નીતિશને દગો આપવાની વાત કરી રહ્યું છે. હવે PMએ ચૂંટણી અને NDAના CM ચહેરાને લઈને સ્થિતિ સ્પષ્ટ ન કરતાં રાજકારણ ગરમાયું છે.