ETV Bharat / state

ગુજરાતનું આ વખતનું બજેટ વઘુ સુવિધાજનક હશેઃ ઋષિકેશ પટેલ - GUJARAT BUDGET 2025

બજેટમાં શું શું હશે? લોકોમાં ઉત્સુક્તા... GUJARAT BUDGET 2025-26

ઋષિકેશ પટેલ (file pic)
ઋષિકેશ પટેલ (file pic) (x/@irushikeshpatel)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2025, 6:55 PM IST

Updated : Jan 22, 2025, 7:04 PM IST

ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે.

26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે. વર્ષ 2025 ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે.

આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે. આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.

  1. "તું ખોટી હોંશિયારી નહીં માર" મહુવા TDOને તાલુકા પંચાયત સભ્યએ શર્ટ ફાડી માર માર્યાની ફરિયાદ
  2. નવસારીમાં 'ધાનેરા માંગે ન્યાય', બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ નવસારી પહોંચ્યો

Last Updated : Jan 22, 2025, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.