જલગાંવ: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા રેલવે સ્ટેશન પર ત્યારે અફરા-તફરીની સ્થિતિ સર્જાઈ ગઈ જ્યારે પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા ફેલાઈ. આ અફવા બાદ ટ્રેનમાં સવાર કેટલાંક મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે ચાલતી ટ્રેનમાંથી કૂદવા લાગ્યા હતા. આ દરમિયાન સામેથી બીજા ટ્રેક પર આવતી કર્ણાટક એક્સપ્રેસની અડફેટે આવવાથી 13 લોકો કચડાઈ ગયા હતાં જેમાંથી 40 લોકો ઘાયલ થયા હતા.
આ અંગે નાસિક રેલવે ડિવિઝનલ કમિશનર પ્રવીણ ગેડામે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 13 લોકોના મૃત્યું થયા છે અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે છે. આઠ એમ્બ્યુલન્સ અને રેલ્વે રેસ્ક્યુ વાનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તેમજ જિલ્લા કલેક્ટર અને ડીઆરએમ સંપર્કમાં છે અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
महाराष्ट्र | जलगांव जिले में पुष्पक एक्सप्रेस के यात्री कर्नाटक एक्सप्रेस ट्रेन की चपेट में आ गए। यात्री अपने कोच के बाहर खड़े थे और उन्हें संदेह था कि ट्रेन में आग लग गई है। रेलवे के अधिकारी और अन्य कर्मचारी मौके पर पहुंच गए हैं। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/YnwIvTZY4R
— ANI_HindiNews (@AHindinews) January 22, 2025
આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 મુસાફરોના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે. દરમિયાન ઈજાગ્રસ્તોને જલગાંવ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
VIDEO | At least six persons were killed after they stepped down from their train on the tracks and were run over by another train coming from the opposite direction in North Maharashtra's Jalgaon district on Wednesday evening.
— Press Trust of India (@PTI_News) January 22, 2025
Visuals from the spot near Pachora station, where… pic.twitter.com/EKQU5LE50w
સમાચાર મુજબ પુષ્પક એક્સપ્રેસ લખનૌથી મુંબઈ જઈ રહી હતી. તે દરમિયાન મનમાડથી ભુસાવલ જઈ રહેલી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ટ્રેનમાં આગની અફવાને પગલે ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા હતા અને પોતાનો જીવ બચાવવા ટ્રેનમાંથી નીચે કૂદવા લાગ્યા હતા અને આ દરમિયાન કોઈ મુસાફરે ટ્રેનની ચેન ખેંચી લીધી હતી જેના કારણે ટ્રેન થોભી ગઈ હતી.
At least six persons killed after being hit by train in Maharashtra''s Jalgaon district: Official
— Press Trust of India (@PTI_News) January 22, 2025
સેન્ટ્રલ રેલવેના મુખ્ય પ્રવક્તા સ્વપ્નિલ નીલાએ આ અકસ્માત અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પુષ્પક એક્સપ્રેસના કેટલાક મુસાફરો નીચે ઉતર્યા અને સામેથી આવતી કર્ણાટક એક્સપ્રેસની અડફેટે આવ્યા. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે.
#WATCH | Pushpak Express accident | Nashik Divisional Commissioner, Praveen Gedam says " as per the information, 11 people have died in the accident and 5 others are injured. police and other officials are at the spot. 8 ambulances and several railway rescue vans have been sent to… pic.twitter.com/iie6a5ina6
— ANI (@ANI) January 22, 2025
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેન પુલિંગ પછી પાટા પર ઉતરેલા મુસાફરો બીજી ટ્રેનની અડફેટે આવવાથી કચડાઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પક એક્સપ્રેસ પરાંડા રેલવે સ્ટેશન પાસે આવી રહી હતી. તે જ સમયે, જ્યારે ટ્રેનના મોટરમેને બ્રેક લગાવી, ત્યારે પૈડામાંથી તણખા નીકળવા લાગ્યા. દરમિયાન ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા મુસાફરોમાં ફેલાઈ ગઈ હતી. પછી શું મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો ગયો હતો. ગભરાયેલા લોકો કોચમાંથી કૂદવા લાગ્યા. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કેટલા મુસાફરોના મોત થયા છે
#UPDATE | Death toll in Jalgaon train accident rises to 13: Ayush Prasad, Collector Jalgaon
— ANI (@ANI) January 23, 2025
Yesterday, passengers of Pushpak Express were hit by Karnataka Express in Pachora of Jalgaon district.
જ્યારે, જલગાંવ એસપીએ કહ્યું કે ટ્રેનમાંથી કૂદ્યા પછી, સામેથી આવતી કર્ણાટક એક્સપ્રેસે મુસાફરોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
#UPDATE | Death toll in Jalgaon train accident rises to 13: Ayush Prasad, Collector Jalgaon
— ANI (@ANI) January 23, 2025
Yesterday, passengers of Pushpak Express were hit by Karnataka Express in Pachora of Jalgaon district.
આ દૂર્ઘટના બાદ એડિશનલ એસપી, એસપી, કલેક્ટર અને તમામ લોકો ઘટનાસ્થળે પહોંચ્યા. નાસિકના ડિવિઝનલ કમિશનર પ્રવીણ ગેડામે કહ્યું કે તેઓ ડીઆરએમ અને રેલવે અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. 8 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વધારાની રેલ્વે રેસ્ક્યુ વાન અને રેલ્વે એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી રહી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. છેલ્લા અહેવાલ મુજબ 13 લોકોના મોત થયા છે. ડિવિઝનલ કમિશનરે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. વહીવટીતંત્ર તમામ શક્ય મદદ કરી રહ્યું છે.
#WATCH | Jalgaon, Maharashtra: 11 people died and 5 others were injured as the passengers of Pushpak Express were hit by Karnataka Express in Pachora of Jalgaon district.
— ANI (@ANI) January 22, 2025
(Visuals from the spot) pic.twitter.com/CJrTm3NV8I
Anguished by the tragic accident on the railway tracks in Jalgaon, Maharashtra. I extend my heartfelt condolences to the bereaved families and pray for the speedy recovery of all the injured. Authorities are providing all possible assistance to those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2025
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો: મહારાષ્ટ્રના જલગાંવમાં રેલવે ટ્રેક પર થયેલા દુ:ખદ અકસ્માતથી દુઃખી છું. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને તમામ ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છેઃ વડાપ્રધાન