અંબાજી સ્થિત કામાખ્યા મંદિર રવિવારથી ફરી દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લું રહેશે - Ambaji News
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : શક્તિપીઠ અંબાજીના ગબ્બરગઢની તળેટીમાં દુનિયાના વિભિન્ન ક્ષેત્રમાં આવેલા 51 શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિવાળા મંદિરો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્મિત કરાયા છે. જેમાં ખાસ કરીને આસામ રાજ્યમાં આવેલું પ્રસિદ્ધ કામાખ્યા મંદિર જ્યાં માતાજીના યોનીનો ભાગ પૂજાતો હોવાની પરંપરા છે. તેવા જ આકારનું મંદિર અંબાજી ગબ્બર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યાં કામાખ્યા માતાની પરંપરાગત પૂજા અર્ચન મુજબ જ અહીંયા ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને જેમ મહિલાઓ માસિક ધર્મમાં આવે છે તે જ રીતે કામાખ્યા માતા પણ રજસ્વલા બને છે, ત્યારે મંદિર દર્શનાર્થીઓ માટે 5 દિવસ બંધ કરી દેવામાં આવે છે ને ધાર્મિક વિધિ વિધાન બાદ ફરી ખુલ્લે છે. કામાખ્યા માતાનું મંદિર ગત 22 જૂનથી બંધ કરી દેવામાં આવ્યું હતું. 5 દિવસ બાદ શનિવારે સંપૂર્ણ પૂજા વિધિ સંપૂર્ણ કરી રવિવારથી ફરી મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લું રહેશે.