શ્રીલંકામાં સરકાર ફરાર, પ્રજાએ રાષ્ટ્રપતિ ભવનમાં જઈને જલસો કર્યો જુઓ વીડિયો - શ્રીલંકા પ્રજા રસ્તા પર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2022, 5:53 PM IST

શ્રીલંકામાં આર્થિક સંકટને (Sri Lanka Crises 2022) કારણે લોકો રસ્તા (Protest in Sri Lanka) પર ઊતરી આવ્યા છે. પોલીસે કર્ફ્યૂ હટાવી લેતા લોકોએ રાષ્ટ્રપતિ ભવન (Protestor in President House) ઘુસી ગયા હતા. સમગ્ર રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવીને મોજ કરી હતી. જેના કેટલાક ફની વીડિયો (Sri Lanka Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કોઈ કિચનમાં ખાણી-પીણીની મોજ માણે છે તો કોઈએ રાષ્ટ્રપતિના બેડરૂમમાં WWEની કુશ્તી લડી હતી. તો કોઈ એક દિવસના અધિકારી હોય એવી રીતે ફોટા પડાવી રહ્યા હતા. તો એક ગ્રૂપે તો રાષ્ટ્રપતિ ભવનના હોલમાં મ્યુઝિક વગાડીને ડાન્સ કરી રહ્યા છે. શ્રીલંકમાં સરકાર ભીંસમાં આવતા પદાધિકારીઓ રાજીનામા ધરી રહ્યા છે. તો શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ છોડીને નાસી ગયા છે. આર્થિક કટોકટીથી ત્રસ્ત પ્રજાએ શનિવારથી રાષ્ટ્રપતિ ભવન બાદુ કુચ કરી હતી. સરકાર વિરોધ સુત્રોચ્ચાર કરી રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા હતા. પછી સ્વિમિંગપુલમાં ધુબાકા માર્યા હતા. તો કોઈએ ત્યાં રહેલી ઐતિહાસિક વસ્તુઓ અને સવલતોનો બેફામ આનંદ માણ્યો હતો. એક સમયે સતત અને સખત સુરક્ષાઓમાં ઘેરાયેલું રહેતું રાષ્ટ્રપતિ ભવન સાવ રેઢૂંપટ બની ગયું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.