દેશદ્રોહી સાવંતના નાદ સાથે શિવસૈનિકોનું તાંડવ ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ - એકનાથ શિંદેને સમર્થન
🎬 Watch Now: Feature Video
શિવસેના નેતા એકનાથ શિંદેના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોએ એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. આથી, કાર્યકર્તાઓએ પુણેમાં શિવસેનાના ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ (Shivsena Worker Vendalise Mla Tanaji Sawant) કરી હતી. આ ઉપરાંત, તેમની દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. શિવસૈનિકોએ ધારાસભ્યની ઓફિસ અને દુકાનોની દીવાલો પર દેશદ્રોહી પણ લખ્યું હતું. તમને જણાવી દઈએ કે, તાનાજી સાવંત ગુવાહાટીમાં એકનાથ શિંદે સાથે છે.
Last Updated : Aug 10, 2022, 6:49 PM IST