ETV Bharat / state

કચ્છમાં ફરી કમળ ખીલ્યું : ભચાઉ-રાપર નગરપાલિકાની 49 બેઠક જીતી, ત્રણેય તાલુકા પંચાયત કબજે કરી - LOCAL BOARD ELECTION

2 નગરપાલિકાની 56 બેઠકો પૈકી ભચાઉની 28 એ 28 બેઠક અને રાપર નગરપાલિકાની 28 બેઠક પૈકી 21 બેઠક ભાજપે કબજે કરી હતી.

કચ્છની 2 નગરપાલિકાઓમાં 56 માંથી 49 બેઠકો પર ભાજપનો વિજય
કચ્છની 2 નગરપાલિકાઓમાં 56 માંથી 49 બેઠકો પર ભાજપનો વિજય (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 18, 2025, 1:56 PM IST

કચ્છ: જિલ્લાની વાગડ વિસ્તારના ભચાઉ અને રાપર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે અને તાલુકા પંચાયતની 3 બેઠક પર પણ ભગવો લહેરાયો છે. 2 નગરપાલિકાની 56 બેઠકો પૈકી ભચાઉની તમામ 28 બેઠક અને રાપર નગરપાલિકાની 28 બેઠક પૈકી 21 બેઠક ભાજપે કબજે કરી છે. જ્યારે 7 બેઠક પર કોંગ્રેસ વિજેતા થયું હતું.

કચ્છ નગરપાલિકા ચૂંટણી પરિણામ: કચ્છના વાગડ વિસ્તારના ભચાઉ અને રાપર નગરપાલિકામાં બે વર્ષના વહીવટદાર શાસન બાદ 16મીએ ચૂંટણી યોજાઈ હતી અને શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. ભચાઉમાં ચૂંટણી પહેલાં જ 17 બેઠક બિનહરીફ રીતે ભાજપે સત્તા મેળવી લીધી હતી. તેથી માત્ર 4 વોર્ડમાં જ ચૂંટણી યોજાઈ હતી. જ્યારે રાપરમાં સાતેય સાત વોર્ડમાં ચૂંટણી યોજાઈ હતી. રાપરમાં 7 વોર્ડની 28 બેઠક ઉપર 62 ઉમેદવાર મેદાનમાં હતા. જોકે કોંગ્રેસના ત્રણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ 25 બેઠક ઉપર ચૂંટણી લડી રહી હતી અને બે ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો અને પક્ષપલટો કર્યો હતો.

કચ્છની 2 નગરપાલિકાઓમાં 56 માંથી 49 બેઠકો પર ભાજપનો વિજય (Etv Bharat Gujarat)

2 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની બેઠકો પર યોજાઈ મતગણતરી: રાપરના એક વોર્ડને બાદ કરતાં તમામ વોર્ડમાં 60 ટકાથી વધુ મતદાન થયું હતું. રાપરમાં કુલ નોંધાયેલા 23,111 મતદારો પૈકી 14450 જેટલા મતદારોએ મતદાન કર્યું અને એકંદરે 62.52 ટકા મતદાન થયું હતું. તો ભચાઉ નગરપાલિકાના 17 બિનહરીફ બેઠક બાદ કરતા 4 વોર્ડની 11 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને કુલ 15,541 મતદારો પૈકી 8538 મતદારોએ મતદાન કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 54.94 ટકા મતદાન થયું હતું.

સાથે જ તાલુકા પંચાયતની 3 બેઠકો માટે પણ મત ગણતરીની પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ભચાઉ તાલુકા પંચાયતની લાકડીયા બેઠક પર 38.82 ટકા, મુન્દ્રા તાલુકા પંચાયત મોટી ભુજપુર બેઠક પર 70.17 ટકા અને માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક પર 56.1 ટકા જેટલું મતદાન થયું હતું.

તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપની જીત: આજે સવારે 9 વાગ્યાથી રાપર, ભચાઉ, માંડવી અને મુન્દ્રાના વિવિધ મત ગણતરી કેન્દ્ર પર મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કચ્છની તાલુકા પંચાયતની 3 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ જીબુઆણી 1708 મતથી વિજેતા બન્યા હતા. જ્યારે મુન્દ્રા તાલુકા પંચાયત મોટી ભુજપુર બેઠક પર ભાજપના ઉમેદવાર નારણ સાખરાની 905 મતે જીત થઈ હતી. બીજી બાજુ ભચાઉ તાલુકા પંચાયતની લાકડીયા બેઠક પર ભાજપના ઉમેદવાર હરિભા ગઢવીની 755 મતે જીત થઈ હતી.

ભચાઉ નગરપાલિકા વિપક્ષ વિહોણી: ભચાઉ નગરપાલિકાની વાત કરવામાં આવે તો, ચૂંટણી પહેલા જ 7 વોર્ડની 28 બેઠક પૈકી 17 બેઠકો બિનહરીફ થઈ હતી. પરિણામે આજે મતગણતરી દરમિયાન બાકીની 11 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી અને ભચાઉ નગરપાલિકા પર ભગવો લહેરાયો હતો. જ્યારે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. અનેક ઉમેદવારોની તો ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. ભચાઉ નગરપાલિકા વિપક્ષ વિહોણી બની હતી. વિજેતા ઉમેદવારોને ભાજપના કાર્યકર્તાઓએ ફૂલહાર અને ઢોલ નગારા સાથે વધાવી લીધા હતા.

રાપર નગરપાલિકામાં ભાજપ 21 બેઠકો સાથે બહુમતી મેળવી: રાપર નગરપાલિકાની વાત કરવામાં આવે તો 7 વોર્ડની 28 બેઠકો પૈકી વોર્ડ નંબર 4 ના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે બાકીની 27 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જે પૈકી અમુક બેઠકો ભાજપના પક્ષે ગઈ હતી જ્યારે બાકીની બેઠકો કોંગ્રેસ પક્ષે ગઈ હતી. વોર્ડ નંબર 1,2,4,7 ની પૂરે પૂરી પેનલ ભાજપે કબજે કરી હતી. જ્યારે વોર્ડ નંબર 5ની પૂરે પૂરી પેનલ કોંગ્રેસના ઉમેદવારોએ મેળવી હતી. જ્યારે વોર્ડ નંબર 3માં 2 બેઠક ભાજપને 2 બેઠક કોંગ્રેસને મળી હતી. તો વોર્ડ 6ની 1 બેઠક કોંગ્રેસને અને 3 બેઠક ભાજપને પક્ષે ગઈ હતી.

જીતનો શ્રેય મતદારને: ભાજપના આગેવાનોએ રાપર અને ભચાઉની બેઠકો પર વિજયનો શ્રેય મતદારોને આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના કામોને ધ્યાનમાં રાખીને મતદારોએ પોતાનો મત ભાજપને આપ્યો છે અને ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. આગામી સમયમાં ભચાઉ અને રાપરમાં વિકાસની ગતિ અવિરતપણે ચાલુ રહેશે. રાપર જે કોંગ્રેસનો ગઢ હતો તે ધ્વસ્ત થયો છે અને ભાજપનો ભગવો લહેરાયો છે.

કોંગ્રેસ આગેવાને હાર સ્વીકારી પોતાને જવાબદાર ઠેરવ્યા: રાપર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્યના પતિ ભચુભાઈ આરેઠીયાએ સમગ્ર હારનો સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસે ભચુભાઈ આરેઠીયા પર ચૂંટણી જવાબદારી સોપી હતી જેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે અને હાર તેમણે સ્વીકારી છે તેમ જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, રાપરની પ્રજાને રાપરમાં કોઈ પણ સમસ્યા નથી જણાતી જેથી તેઓએ ભાજપના ઉમેદવારોને મત આપીને વિજેતા બનાવ્યા છે. કોંગ્રેસે પાણીની સમસ્યા, કચરાની સમસ્યા, ગટરની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યાને લઈને ચૂંટણી લડી હતી પરંતુ રાપરના મતદારોને કોઈ સમસ્યા રાપરમાં ન હોય તેવી રીતે ભાજપના ઉમેદવારોને મત આપ્યા છે.

આ પણ વાંચો:

  1. કચ્છની આ નગરપાલિકામાં મતદાન પહેલા ભાજપને બિનહરીફ બહુમતી, વિપક્ષમાં બેસવા AAP-કોંગ્રેસમાં રસાકસી જામશે
  2. કચ્છમાં દુર્લભ મનાતો હેણોતરો દેખાયો, વન વિભાગના ટ્રેપ કેમેરામાં પહેલીવાર કેદ થઈ તસવીર, જુઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.