દુબઈ: મીની વર્લ્ડ કપ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થતાં જ જૂના રેકોર્ડ તૂટવાનું અને નવા રેકોર્ડ બનવાના શરૂ થઈ ગયા છે. 20 ફેબ્રુઆરી એટલે આજે દુબઈના નેશનલ સ્ટેડિયમમાં ભારત - બાંગ્લાદેશ વચ્ચે બીજી મેચ ચાલી રહેલ છે. આ મેચમાં રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં રનનો પહાડ ઊભો કરી આ રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે.
રોહિતે ઝડપી રનનો રેકોર્ડ બનાવ્યો:
અમદાવાદમાં રોહિત જે રેકોર્ડ ન બનાવી શક્યો તેણે તે દુબઈમાં પૂરો કરી લીધો. ભારતીય ટીમના કેપ્ટન રોટ શર્માએ વનડેમાં સૌથી ઝડપી 11,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. કોહલીએ તેની 222મી ઇનિંગમાં 11,000 રનનો આંકડો પાર કર્યો હતો. આ સિદ્ધિ મેળવવા માટે રોહિતને 259 ઇનિંગ્સ રમવાની હતી. રોહિતને આ રેકોર્ડ બનવવા માટે માત્ર 13 રનની જરૂર હતી, જે આજે તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ પૂરો કરી લીધો છે.
1⃣1⃣,0⃣0⃣0⃣ ODI runs and counting for Rohit Sharma! 🙌🙌
— BCCI (@BCCI) February 20, 2025
He becomes the fourth Indian batter to achieve this feat! 👏👏
Follow the Match ▶️ https://t.co/ggnxmdG0VK#TeamIndia | #BANvIND | #ChampionsTrophy | @ImRo45 pic.twitter.com/j01YfhxPEH
આ સિદ્ધિ હાંસલ કરનાર તે ચોથો ભારતીય પણ બની ગયો છે. આ ટુર્નામેન્ટ પહેલા તેણે 23 જૂન, 2007 ના રોજ બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામેની પોતાની શરૂઆતથી રમાયેલી 267 વનડે મેચમાં 10,987 રન બનાવ્યા હતા.
વનડેમાં સૌથી ઝડપી 11,000 રન:
- વિરાટ કોહલી (ભારત) – 222
- રોહિત શર્મા (ભારત) – 261
- સચિન તેંડુલકર (ભારત) – 276
- રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા, ICC) – 286
- સૌરવ ગાંગુલી (ભારત, એશિયા) – 288
- જેક્સ કાલીસ (દક્ષિણ આફ્રિકા, ICC, આફ્રિકા) – 293
Captain and Vice-captain on song in the chase! 🎶🎶
— BCCI (@BCCI) February 20, 2025
FIFTY partnership up between the openers 🤝
Follow the Match ▶️ https://t.co/ggnxmdG0VK#TeamIndia | #BANvIND | #ChampionsTrophy pic.twitter.com/BTGBP4On70
આ રમત પહેલા, રોહિતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે 9000 રન પૂર્ણ કરવા માટે 66 રનની જરૂર હતી અને જો તે આમ કરવામાં સફળ થાય, તો તે આ સિદ્ધિ મેળવનાર માત્ર ચોથો ભારતીય બનશે. તેની પાસે તેના ઘરઆંગણે દ્રવિડના 9,004 આંતરરાષ્ટ્રીય રનને પાર કરવાની પણ સારી તક છે. આંતરરાષ્ટ્રીય ઘરેલુ ક્રિકેટમાં સૌથી વધુ રન મહાન સચિન તેંડુલકરના (14,192) ના નામે છે, જ્યારે વિરાટ કોહલી (12,186) બીજા ક્રમે છે.
તાજેતરમાં, રોહિતે ક્રિસ ગેઇલના 331 છગ્ગાના આંકડાને પામ પાછળ છોડીને વનડે ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બની ગયો છે. તે ફક્ત પાકિસ્તાનના શાહિદ આફ્રિદીથી પાછળ છે, જેમના નામે 351 છગ્ગા સાથે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. વધુમાં, તે ઓપનર તરીકે ભારત માટે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો, તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો અને ODI માં સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો. તે હવે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી પછી ચોથા ક્રમે છે.
આ પણ વાંચો: