ETV Bharat / state

આવતીકાલથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર: નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે - BUDGET SESSION OF GUJARAT ASSEMBLY

બજેટ સત્ર માટે સરકાર દ્વારા દરેક દિવસ દરમિયાન યોજાનાર સભાઓની તારીખવાર યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 27 બેઠકો યોજીને બજેટ સત્ર યોજાશે.

રાજ્યમાં આવતીકાલથી શરૂ થશે છઠ્ઠું બજેટ સત્ર
રાજ્યમાં આવતીકાલથી શરૂ થશે છઠ્ઠું બજેટ સત્ર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 18, 2025, 1:52 PM IST

ગાંધીનગર: 19 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ સત્ર એ છઠ્ઠુ સત્ર છે. જે 19 ફેબ્રુઆરીથી શરૂ થઈને 28 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્ર માટે સરકાર દ્વારા દરેક દિવસ દરમિયાન યોજાનાર સભાઓની તારીખવાર યાદી જાહેર કરવામાં આવી છે.

વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બજેટ સત્રનું આહવાન કરશે. જ્યારે 20 મી ફેબ્રુઆરીએ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. આમ, આ વખતે કુલ 27 બેઠકો યોજીને બજેટ સત્ર યોજાશે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર કાર્યક્રમ યાદી
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર કાર્યક્રમ યાદી (Etv Bharat Gujarat)

બજેટ સત્રના કાર્યક્રમો પર એક નજર:

  • આવતીકાલે સભામાં આભાર પ્રસ્તાવ થશે તેમજ સરકારી કામકાજ પર ચર્ચા થશે.
  • 20 મી ફેબ્રુઆરી ગુરુવારના રોજ વર્ષ 2009-10 અને 2010-11 માટેના વધારાના ખર્ચના પત્રકો રજૂ કરવામાં આવશે. સાથે સાથે વર્ષ 2024-25 માટેના ખર્ચના પૂરક પત્રકો તેમજ વર્ષ 2025-26 માટેના અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.
  • ત્યારબાદ 21, 24, 25, 27 ફેબ્રુઆરીએ સરકારી કામકાજ તેમજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થશે.
  • 28 ફેબ્રુઆરીએ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે.
  • માર્ચ મહિનામાં ગોઠવવામાં આવેલી બેઠકોમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા થશે.
  • 28 માર્ચના રોજ છેલ્લા દિવસાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થશે.

મળતી માહિતી અનુસાર, બજેટ સત્ર દરમિયાન ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં પોલીસ દ્વારા શહેરમાં સલામતી માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગાંધીનગરના પ્રવેશ દ્વારા પર સતત વાહનોની ચેકિંગ થશે, ઉપરાંત આ સમય દરમિયાન થતાં રેલી કે ધરણા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.

મહત્વની બાબત એ છે કે, બજેટ પર સૌ કોઇની નજર હોય છે. રાજ્યમાં આગળ કયા વિકાસના પગલાં લેવાશે, તેમજ લોકોને શું લાભ મળશે તેની સૌ આતુરતાથી રાહ જોતા હોય છે.

આ પણ વાંચો:

  1. સંસદનું બજેટ સત્ર 2025: વક્ફ બિલ પર JPC રિપોર્ટ બંને ગૃહમાં રજૂ, લોકસભા 10 માર્ચ સુધી સ્થગિત, નાણામંત્રીએ કહ્યું-બજેટમાં ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય
  2. અમદાવાદ: બજેટ 2025-26 પર કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે શું કહ્યું? જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.