રાજકોટ પોલીસ પરિવારે ઉત્તરાયણની કરી ઉજવણી - લેટેસ્ટ ન્યુઝ ઓફ રાજકોટ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: 14 જાન્યુઆરીએ સૌ કોઈએ ઉત્તરાયણની મજા માણી હતી. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસકર્મી દ્વાારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેને લઈને રાજકોટમાં શાંતિપૂર્ણ રીતે ઉત્તરાયણનો પર્વ પૂરો થતાં રાજકોટ પોલીસે શાંતિ અનુભવી હતી. રાજકોટ પોલીસે પોતાના કર્મચારીઓ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે પતંગ મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના રાજકોટના DCP, ACP, PI, સહિતના અધિકારીઓ જોડાયા હતા અને પતંગ ઉડાવવાની મજા માણી હતી.