અમદાવાદ: આગામી તા. 27, ફેબ્રુઆરીથી આરંભાતી ધોરણ 10 અને ધોરણ - 12ની બોર્ડ પરીક્ષા સૌ માટે મહત્વની છે. કારર્કિદી માટે નિર્ણાયક સાબિત થતી બોર્ડ પરીક્ષા સમયે જો વિદ્યાર્થીને કોઈ ચિંતા કે તણાવ થાય અથવા નકારાત્મક વિચારો આવતા હોય તો આ બહુ સામાન્ય બાબત છે.
કોઈ પણ વિદ્યાર્થીને બોર્ડ પરીક્ષા સમયે ચિંતા થાય, તનાવ અનુભવે અથવા નકારાત્મક વિચાર આવતો હોય તો એને દૂર કરવા માટે આ લેખ વાંચો અને સાંભળો નિષ્ણાતની સલાહ.

પરીક્ષા સમયે હળવા પ્રમાણમાં તણાવ પરીક્ષા માટે બળતણ બને છે.
જીવનમાં થોડો તનાવ વ્યક્તિને સચેત અને સજાગ કરે છે. હળવા પ્રમાણમાં તનાવથી વ્યક્તિ અને પરીક્ષાર્થી સારાં પરિણામ મેળવવા સક્રિય બનાવે છે, જેનાથી વ્યક્તિને ફાયદો થાય છે. પણ વધુુ પ્રમાણમાં માનસિક તનાવ શરીર અને મન પર નકારાત્મક અસરો કરે છે. તો, ચાલો આપણે જાણીએ સ્ટ્રેસ શું છે અને તેની કેવી અસરો પડે છે.
હળવો તણાવ અને નકારાત્મક તણાવને શું છે
જીવનના કોઈ પણ સંજોગોમાં તણાવ થવો એ સામાન્ય મનોસ્થિતિ છે. પણ આપણને ખબર કેવી રીતે પડે કે આપણે હળવો તણાવ અનુભવીએ છીએ કે કે નકારાત્મક તણાવનો ભોગ બનીએ છીએ. એક વાર આપણને જાણી ગયા કે આપણે ક્યા પ્રકારનો તણાવ અનુભવીએ છીએ તો તેનો ઉકેલ પણ સરળ રીતે મેળવી શકીએ છીએ.
આપણને સ્ટ્રેસ (તણાવ) કે ચિંતા લાગણી હોય એ કેવી રીતે જાણી શકીએ:
આપણે જ્યારે ચિંતાનો અનુભવ કરીએ કે માનસિક તણાવમાં હોઈએ કે આપણને ખોટા કે નકારત્મક વિચારો આવતા હોય ત્યારે આપણા શરીર અને મન તેના સંકેત આપે છે. જેમ કે માથું દુખવુ, ગળે સોસ પડવો, હાથ-પગ ઠંડા લાગે અને ર્હદયના ધબકારા વધે. ક્યારે આપણે જાણી શકીએ કે આપણું શરીર અને મન તણાવ કે ચિંતા અનુભવે છે.
વિદ્યાર્થીની મુંઝવણ કે ફરીયાદની અવગણના કરશો નહીં
બોર્ડ પરીક્ષા સમયે વિદ્યાર્થીની અનેક ફરીયાદો હોય છે. તેને માતા-પિતાએ અને ઘરના સભ્યોએ સાંભળવી જોઇએ. વિદ્યાર્થી જે અનુભવે છે અને એ જે કહે છે એના પર વિશ્વાસ મુકી તેના પ્રશ્નના ઉકેલ બાબતે પગલા ભરવા જોઇએ. વિદ્યાર્થીને એ બહાના કાઢે છે, ખોટું બોલે છે કે નાટક કરે છે એમ કહીને તેની વાતોને વણદેખી કરવી ન જોઇએ.
કોઈ પણ પરીક્ષા અંતિમ નથી, પરીક્ષા કરતા જિંદગી કિંમતી છે.
બોર્ડની પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીના વાલી તરીકે મોટી ફરજ એ છે કે, તેમના બાળકોમાં ખોટી ચિંતા પેદા ન થાય કે, ન તો વિદ્યાર્થીમાં પરફોર્મન્સ માટે તણાવ પેદા થાય. વાલી તરીકે કોઈની સાથે તમારાં બાળકોની સરખામણી ન કરો, પોતાના દુઃખદ અનુભવોનું રટણ સતત ન કરો, આટલા ટકા તો લાવવા જ પડશે એ ન કહો, તારા ભણવા માટે અમે આટલો ખર્ચ કર્યો એવુ ન કહો.
પરીક્ષા માટે થવી એ સામાન્ય બાબત છે, તમામ નકારાત્મક વિચારો દૂર થઈ શકે છે
દરેક પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને ચિંતા થવી એ સામાન્ય બાબત છે. મોટાઓની જીંદગીમાં અનિશ્ચિતતા સામે સતત ચિંતા થતી હોય છે. બોર્ડ પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓએ ચિંતામુક્ત થવા, અથના ખોટા સ્ટ્રેસથી દૂર રહેવા અને નકારાત્મક (નેગેટીવ) વિચારોથી દૂર રહેવા આ બાબતો ધ્યાને રાખે, તો તનાવ દૂર થઈ, આત્મ વિશ્વાસ વધશે.
બોર્ડ પરીક્ષા પણ બીજી પરીક્ષાની જેમ એક પરીક્ષા જ છે. પરીક્ષાની જે તૈયારી કરી હોય એમાં જ વિશ્વાસ રાખવો,
- બીજા વિદ્યાર્થીએ કેટલો અભ્યાસ ક્રમ પૂર્ણ કર્યો અથવા બીજી એ કેવી રીતે તૈયારીઓ કરી એ બાબતે બહુ ચિંતા કરવી જરુરી નથી. તમે જે તૈયારી કરી છે બસ, એની પર વિશ્વાસ રાખો.
- માતા-પિતા કે ભાઈ-બહેન અથવા મિત્રોએ બોર્ડ પરીક્ષાનો હાઉ પેદા કરવો જ નહીં. છેલ્લા સમયે કોઇની વાતો પર ભરોસો કરવાના બદલે પોતાની શક્તિ અને તૈયારી પર જ વિશ્વાસ રાખવો.
- એક વખત શીખેલુ ભૂલી જવાતુ નથી, પરીક્ષા સમયે પેપર લખતા ભૂલી જઈશ તો, મને નહીં આવડે તો આવા વિચારો ઘણા બધાને આવતા હોય છે, આવા વિચારો સામાન્ય બાબત છે. મગજ બધુ યાદ રાખે છે. બસ ફોકસ રહો, રીલેક્સ રહો.
- રીવીઝન કરતા સમયે કે છેલ્લા સમયની તૈયારી કરતા સમયે ટેન્શનમુક્ત રહો, જે આવડે છે એ આવડે છે, નવું શીખવા પર ફોકસ ન રાખો.
- છેલ્લા સમય સુધી તૈયારી કરવા અને છેક સુધીનું રીવીઝન કરવાનું ટાળો, રીલેક્સ રહો.
- કોઈની સાથે જે થયું હોય એ તમારી સાથે નહીં થાય એ ધ્યાન રાખો.