કોરોના સંક્રમણ વધતા સેશન્સ કોર્ટમાં પક્ષકારો બાદ વકીલોના પ્રવેશ પર પ્રતિબંધ - Ahmedabad City Civil

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 19, 2020, 11:58 AM IST

અમદાવાદઃ શહેરમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ જજે હવે પક્ષકાર બાદ વકીલોને પણ કોર્ટમાં ન પ્રવેશવાનો આદેશ કર્યો છે. કોર્ટે જરૂરી કાગળ અને સોગંદનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ડેપ્યુટી રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે પોલીસ અધિકારીઓને સરકારી વકીલની કેબીનમાં ન આવવા અને ફોન પર વાતચીત કરવાની સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટ પરિસરમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. આ અંગેનો એક પરિપત્ર મેટ્રો કોર્ટને પણ મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા પણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.