મોદી, મમતા અને મરચા, વીડિયો થયો વાયરલ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચેની રાજકીય ખેંચતાણ કોઈનાથી છુપી નથી. આ ઘણીવાર તેમની ટિપ્પણીઓમાં પ્રતિબિંબિત થાય છે, પરંતુ જેવું લાગે છે રાજકારણમાં બધું એવું નથી હોતું. કંઈક આવું જ છે મોદી અને મમતા વચ્ચેના સંબંધો. શનિવારે જ્યારે મુખ્ય ન્યાયાધીશો અને મુખ્યપ્રધાનોની કોન્ફરન્સમાં મમતા અને મોદી સામસામે આવ્યા ત્યારે કંઈક આવું જ જોવા મળ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદી મુખ્યપ્રધાન મમતા બેનર્જીને લાલ મરચા પર કેટલીક ટિપ્સ આપતા (Pm modi mamata Banerjee and red chill) જોવા મળે છે. 'દીદી' તેને ખૂબ ધ્યાનથી સાંભળી રહી છે. મુખ્ય ન્યાયાધીશ પણ વચ્ચે ઉભા છે. આ ઉપરાંત, વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, દીદી તેમને દર વર્ષે કુર્તા અને બંગાળી મીઠાઈ મોકલે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રાજકીય ખેંચતાણ છતાં દીદી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ છે. ચૂંટણી દરમિયાન જ્યારે મમતાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે હા, તે દર વર્ષે મીઠાઈ મોકલે છે, અને આ વર્ષે પણ મોકલશે, પરંતુ આ વખતે તે કાંકરાવાળી મીઠાઈ મોકલશે.