સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરના ભવ્ય સ્વાગત માટે સરપ્રાઈઝ ગરબાનું કરાયું આયોજન - યાત્રીઓ ગરબાના તાલે ઝુમી ઉઠ્યા
🎬 Watch Now: Feature Video
સુરત : હાલ નવરાત્રી મહોત્સવની (Navratri Festival 2022) ધૂમ છે. ત્યારે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગરબાની (Garba at Surat International Airport) રમઝટ બોલાવવામાં આવી હતી. એરપોર્ટના પેસેન્જરના ભવ્ય સ્વાગત માટે સરપ્રાઈઝ ગરબાનું (Organized Airport Surprise Garba at Surat) આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રીઓ જ્યારે હવાઈ યાત્રા કરીને એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ગરબાની રમઝટ જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. યાત્રીઓનું સ્વાગત પરંપરાગત ચણિયાચોળી અને ગરબાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં યાત્રીઓ અને ત્યાંના સ્ટાફ ગરબાના તાલે ઝુમી ઉઠ્યા હતા. એરલાઈન્સના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આ ગરબામાં ગુજરાતી યાત્રી સહિત અન્ય રાજ્યોથી આવનાર યાત્રીઓ પણ ઉત્સાહથી જોડાઈને ગરબાનો મન મૂકીને આનંદ માણ્યો હતો. એરપોર્ટ પર થયેલા આ ગરબાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થયો છે.