અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે માત્ર 8 વર્ષ જૂની ઓઈલ રીંગનું થશે ભંગાણ - 8 વર્ષ જૂની ઓઈલ રીંગનું થશે ભંગાણ
🎬 Watch Now: Feature Video
ભાવનગર: જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ (Alang Ship Breaking Yard) ખાતે માત્ર 8 વર્ષ જૂની ઓઇલ રિગ અલંગ પ્લોટ નંબર 81 એમમાં ભંગાણ માટે આવી પહોંચી હતી. આ ઓઈલ રીગ (The 8 year old oil ring will break) વર્ષ 2013માં ચીન ખાતે બનાવવામાં આવ્યું છે. જેનું વજન અંદાજીત 1219 ટન ધરાવતી ઓઈલ રીંગને અલંગ ખાતે આવનારા દિવસોમાં કટિંગ કરવામાં આવનાર છે. જિલ્લાના તળાજા ખાતે આવેલા અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગ વિશ્વમાં બીજા નબરનું સ્થાન ધરાવે છે. અલંગ ખાતે વર્ષ દરમિયાન અનેક નાના- મોટા જહાજો ભંગાણ અર્થે આવતા હોય છે. જેમાં લક્ઝ્યુરિયસ જહાજો, ક્રુઝ જહાજોનો સમાવેશ થતો આવ્યો છે પરંતુ હાલ અલંગ ખાતે દરિયાઈ ઓઈલ સંશોધન માટે વપરાશમાં લેવામાં આવતી ઓઈલ રીંગ પણ ભંગાણ અર્થે આવી રહી છે.