જામનગર: લોકડાઉનના ચોથા દિવસે તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ - જામનગર
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરમાં લોકડાઉનના ચોથા દિવસે તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગર-લાલપુર બાયપાસ હાઇવે પર પોલીસ દ્વારા સ્થાનિક મજૂરોને યોગ્ય જગ્યાએ મોકલવામાં આવ્યા છે. જામનગર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જેમાં બહારથી આવતા તમામ લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. કારણ વિના ઘરની બહાર નીકળતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જે લોકો બહાર નીકળી રહ્યાં છે તેના વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે, તેમજ પોલીસ કેસ પણ કરવામાં આવી રહ્યાં છે.