રાજકોટ રેલવે સ્ટેશન પર આધુનિક લગેજ સ્કેનર મશીન મુકાયા - Luggage scanner machine at Rajkot only
🎬 Watch Now: Feature Video
રાજકોટ: સૌરાષ્ટ્રના મુખ્ય શહેર એવા રંગીલા રાજકોટના રેલવે સ્ટેશન પર બે આધુનિક લગેજ સ્કેનર મશીન મુકવામાં આવ્યા છે. જેને ગુરૂવારના રોજ શરૂ કરવામાં આવ્યા છે એટલે કે, હવેથી રાજકોટ રેલવે સ્ટેશન ખાતે મુસાફરનો સમાન આ આધુનિક ઓટોમેટિક લગેજ સ્કેનર મશીનમાં પહેલા સ્કેન કરવામાં આવશે અને ત્યારબાદ તેને રેલવે સ્ટેશન અંદર જવા દેવામાં આવશે. હાલ સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ ખાતે જ લગેજ સ્કેનર મશીન મુકવામાં આવ્યા છે. જેની કેપિસિટી 200 કિલો સુધીની રાખવામાં આવી છે. જેના પર બેગ, અથવા તો કોઈ પણ પ્રકારનો સમાન મુકવામાં આવે તો તે ઓટોમેટિક સ્કેન થઈ જાય છે અને બહાર આવે છે.