ETV Bharat / bharat

હવામાનનો પાક્કો નિષ્ણાંત છે 'કંસારો'- શું તમે આ પક્ષી અંગેની ખાસ વાતો જાણો છો? - WEATHER FORECAST BIRD

હજારીબાગમાં કંસારો પોતાની મધુર અવાજથી લોકોને વસંત ઋતુના આગમનની સૂચના આપે છે.

હવામાનનો પાક્કો નિષ્ણાંત 'કંસારો' પક્ષી
હવામાનનો પાક્કો નિષ્ણાંત 'કંસારો' પક્ષી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2025, 7:28 PM IST

હજારીબાગ: વસંતના આગમનના સાથે જ વૃક્ષો પરથી કંસારા પક્ષીની ટુક-ટુક અવાજ સંભળાવા લાગે છે. કંસારો સતત ટુક-ટુકનો અવાજ લગાવી વસંત ઋતુના આગમન અને ગરમી અંગેની સૂચના આપી દે છે. આ પક્ષી જિલ્લાના ઘણા ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. તેનો અવાજ જ આ પક્ષીની ઓળખ છે. તેનો અવાજ ટુક-ટુક જેવો હોય છે. જેને સાંભલીને લાગે કે કોઈ તાંબાના વાસણ પર ડંકા લગાવી રહ્યું હોય.

આ પક્ષીનું અંગ્રેજી નામ કૉપર સ્મિથ બાર્બેટ છે. તેની સતત આવતી અવાજને કારણે તેને ઉપહાસ કરનાર પક્ષી પણ કહેવાય છે. તેનો અવાજ હથોડાથી તાંબાના વાસણ પર ટકોરવા જેવો હોય છે. આ વર્ષે વસંત ઋતુની શરૂઆત બે ફેબ્રુઆરીથી થઈ છે. વસંતની શરૂઆતને જાણવા માટે લોકો પંચાંગ જોવે છે. આ કંસારા પાસે આવું કોઈ પંચાંગ હોતું નથી છતા તે વસંતના આગમની સૂચના આપી દે છે. વસંતના આગમન પર તેની સક્રિયાતા જોવા મળે છે.

ચકલીથી સામાન્ય મોટા આકારનું આ પક્ષી વસંતના મૌસમના આગમન સાથે સક્રિય થઈ જાય છે. આ પક્ષીને જોતા જ તેના પ્રેમમાં પડી જવાય તેટલું સુંદર હોય છે. આના પુરા શરૂર પર લીલા પીંછા હોય અને માથા પર લાલ રંગના પીંછા હોય છે. માથા પરના લાલ પીંછા તો જાણે તેને માથે કોઈ તાજ હોય તેવું સુલતાન જેવું બનાવી દે છે.

હજારીબાગના પક્ષી શોધકર્તા મુરારી સિંહ કહે છે કે, કંસારો મૌસમના સૂચકના રૂમમાં ઓળખીતો છે. વસંત ઋતુના આગમન સાથે જ તેનો ટુક-ટુક અવાજ કાનમાં પહોંચવા લાગે છે. ગરમીઓના મૌસમમાં તેનો અવાજ વધુ સંભળાવા લાગે છે. ગરમીની ઋતુ પુરી થયા પછી આ પક્ષી મૌન ધારણ કરી લે છે. ખરેખર કંસારો નામનું આ પક્ષી પોતાના ફીમેલ પાર્ટનરને આકર્ષવા માટે અવાજ કરતું હોય છે.

ઈન્ડિયન બર્ડ કંજર્વેશન નેટવર્કના સ્ટેટ કોઓર્ડિનેટર ડૉ. સત્ય પ્રકાશ કહે છે કે, પક્ષીને ઋતુ બદલાવવાની સટીક જાણકારી તેના શરીરના અંદરના બાયોલોજિકલ ક્લૉકથી મળે છે. દિવસમાં સૂર્ય પ્રકાશનું તાપમાન અને ગતિ બદલાવા પર તેની બાયોલોજિકલ ક્લૉક સૂચના આપે છે. બદલાતા તાપમાનને અનુભવી શકે છે. એટમૉસ્ફિયર પ્રેશર અને વૃક્ષો, છોડવાઓમાં થનારા પરિવર્તનને પક્ષી અનુભવ કરે છે. તેનાથી પક્ષીઓને ઋતુ પરિવર્તનની સટીક જાણકારી મળી જાય છે.

કંસારાને હિન્દીમાં બસંતા પણ કહે છે જેની લંબાઈ, 5થી 6 ઈંચ છે. આ હંમેશા વૃક્ષ પર સૌથી ઊંચી ડાળ પર બેસી અવાજ લગાવે છે. કીટ અને ફ્રૂટ બેરીને ખાય છે. જૂના સુકા વૃક્ષની ડાળોમાં નીચેથી કાંણું કરી પોતાના માલા બનાવે છે. તેના માળામાં મેના જેવી ચકલીનું માથું પણ ના ઘૂસી શકે. તેના કારણે તેના ઈંડા સુરક્ષિત રહે છે.

  1. ચૂંટણી પરિણામો: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં વાપસી, જાણો જીત માટેના 10 મહત્વપૂર્ણ પરિબળો
  2. દિલ્હી વિધાનસભા ચૂંટણી પર PM નરેન્દ્ર મોદીનું શું છે રિએક્શનઃ કોના પર કર્યો ગર્વ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.