અમદાવાદઃ અમદાવાદના સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે ટાઉનહોલ એલિસબ્રિજ ખાતે આજે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ ભેગા થયા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નાગરિકો સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવા દેખાવો તથા સૂત્રોચ્ચાર કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા.
આ મુદ્દે કોંગ્રેસ નેતા હિમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવેલા ભારતીયોને હાથકડી બાંધીને ભારત પરત લાવવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોને હાથકડી બાંધીને અપમાનજનક રીતે લાવવા, ડીપોર્ટ કરવા મુદ્દે દેખાવ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. 104 ભારતીયોના હાથમાં હાથકડી અને પગમાં બેડી બાંધીને અમેરિકાની અહંકારી સરકારે કાયદાના નામે ભારતના નાગરિકોના અપમાન કર્યા છે. આ માત્ર 104 નાગરિકોનો અપમાન નથી પરંતુ ભારતના 140 કરોડના નાગરિકોના અપમાન છે. અમાનવીય વ્યવહાર છે.
વિપક્ષે નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, 104 ભારતીયો આતંકવાદી ન હતા. ખૂંખાર ગુનેગારો નહોતા. ટ્રમ્પ સરકારે જે ભારતીય લોકો સાથે જે વ્યવહાર કર્યો છે. એ બહુ જ દુઃખની વાત છે. ભારતીયોના અપમાન અમે જરાક સહન ના કરીશું. હવે જેટલા ભારતીય આવવાના બાકી છે એને સન્માનથી ભારત પાછા લાવવામાં આવે એવી અમારી માગ છે.
કોંગ્રેસના મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રંપને માફી માંગવી જોઈએ અને મોદી સરકારને આનો જવાબ માંગવો જોઈએ કે કેમ આવી રીતના વ્યવહાર ભારતીય લોકોના સાથે કરવામાં આવ્યા?
![અમદાવાદમાં કોંગ્રેસનો સૂત્રોચ્ચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-ahd-07-usadeportcongressprotest-wkt-7205053_08022025183952_0802f_1739020192_818.jpg)
અમેરિકાના નવા વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાં રહેતા ગેરકાયદેસર ઈમીગ્રન્ટસ વિરુદ્ધ એક મોટું અભિયાન ચલાવ્યું હતું. ત્યારે 5 ફેબ્રુઆરીએ અમેરિકાથી એક લશ્કરી વિમાન 104 ભારતીય ઈમીગ્રન્ટસને લઈને પંજાબના અમૃતસર એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. ગેરકાયદેસર ભારતીય ઈમીગ્રન્ટસને લઈને અમેરિકન C-147 વિમાન ભારત પહોંચ્યું હતું. દેશ નિકાલ કરાયેલા 104 ભારતીય નાગરિકો પૈકી હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહાર।ષ્ટ્રના લોકો શામેલ છે. ત્યારે ઈમીગ્રન્ટસ લોકોમાં ગુજરાતના 33, પંજાબના 30, ઉત્તર પ્રદેશના 2, ચંદીગઢના 3 અને મહારાષ્ટ્રના 3 લોકો શામેલ હતા.
![અમદાવાદમાં કોંગ્રેસનો સૂત્રોચ્ચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-ahd-07-usadeportcongressprotest-wkt-7205053_08022025183952_0802f_1739020192_193.jpg)