બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં અકસ્માત બનવાના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આજે 8 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે થરાદના ખેંગારપુરા ગામ પાસે રેતી ભરેલું ડમ્પર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તા પર મજૂરી કામ કરી રહેલી ત્રણ મહિલા સહિત એક બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેસીબી મારફતે મૃતકોની લાશને બહાર નીકાળી રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા છે.
થરાદના ખેંગારપુર ગામે રોડની બાજુમાં નાળા બનાવવાની કામગીરી મજૂરો દ્વારા કરવામાં કરવામાં આવી રહી હતી. જેમાં રેતી ભરેલું ડમ્પર નાળા પર પલટી મારતા રેતી નીચે રસ્તા પર મજૂરી કામ કરતા ત્રણ મહિલા સહિત એક બાળક ડમ્પરની નીચે દટાયા હતા. જોકે જીસીબી મારફતે ખોદકામ કરી મૃતકોની લાશને બહાર નીકાળી હતી. સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને થતા થરાદ પોલીસ ઘટના કરે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
થરાદના ખેંગારપુરા ગામ પાસે રેતી ભરલ ડમ્પર પલટી મારતા ગોજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ત્રણ મહિલા સહિત એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રારંભીક ધોરણે મળતી માહિતી મુજબ મજૂરી કામ કરી રહેલા દાહોદ બાજુના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઘટનાને પગલે બાળક સહિત ત્રણ મહિલાઓના મોત નિપજ્યા છે.
સમગ્ર ઘટનાને લઈને થરાદ ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ મૃતકની લાશને થરાદ રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.