ETV Bharat / state

જામનગરમાં ડિમોલિશન પહેલા સર્વે! 600 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ગેરકાયદેસર બાંધકામો દૂર કરાશે - JAMNAGAR RIVERFRONT PROJECT

જામનગરમાં રૂ.600 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બની રહ્યો છે. છેલ્લા બે દિવસથી આ યોજનાને ઝડપી અમલીકરણ કરવા માટે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

જામનગરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સર્વે
જામનગરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સર્વે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2025, 7:54 PM IST

જામનગર: જામનગર સિટીમાં રૂ. 600 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બની રહ્યો છે. છેલ્લા બે દિવસથી આ યોજનાને ઝડપી અમલીકરણ કરવા માટે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન નહીં વિવિધ શાખાના અધિકારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી સરક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે.

બચુનગર વિસ્તારમાં સર્વેની કામગીરી કરાઈ
આજરોજ શહેરના બચુ નગર વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રિવરફ્રન્ટ યોજનામાં આવતા તમામ વિસ્તારોનું સર્વેક્ષણ કરવામાં આવશે.

જામનગરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સર્વે (ETV Bharat Gujarat)

ગેરકાયદેસર બાંધકામો તોડી પડાશે
જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા, બીપી અને ટીપી શાખા દ્વારા તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રિવરફ્રન્ટ જે જગ્યાએ બની રહ્યો તે જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતા. જગ્યા ઉપર જેટલા ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવશે. થોડા દિવસો પહેલા જ જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અહીં મુલાકાત લેવામાં આવી હતી.

પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે?
બચુનગરથી લાલપુર બાયપાસ ચોકડી સુધી સરકારી જમીન ઉપર કેટલાક મકાનો ગેરકાયદેસર બંધાઈ ગયા છે. તેનો પણ સર્વે કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ પેકેજ આપવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને શહેર ભાજપ સંગઠન પાકના અધિકારીઓ દ્વારા અને એક વખત મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. જેના કારણે આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો:

  1. ઓલપાડમાં સરકારી જમીન "દબાણમુક્ત" થઈ, ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરાયા
  2. ગાંધીધામમાં દબાણો પર ફરશે "મનપાનું બુલડોઝર", નાયબ મ્યુ. કમિશ્નરે કરી અપીલ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.