મનોદિવ્યાંગ અને અનાથ બાળકો ઝૂમ્યા ગરબાના તાલે - udhna darwaja
🎬 Watch Now: Feature Video
સુરતમાં નવરાત્રિ ઉત્સવ દરમિયાન મનોદિવ્યાંગ અને અનાથાશ્રમના બાળકો પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. જૈકી ખૈલૈયા ગૃપ દ્વારા આવા બાળકો માટે ગરબા કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું હતું. આ ગૃપના જૈકીભાઈએ જણાવ્યું હતું કે, માવજત સંસ્થાએ દિવ્યાંગ બાળકોના વાલીઓનું એક એસોસિયેશન છે, જે દિવ્યાંગજનોના ઉત્થાન માટે કાર્ય કરે છે. ત્યારે નવરાત્રિ મહોત્સવના રંગોથી દિવ્યાંગ બાળકો અડગા નહીં રહી જાય તે માટે ઉધના દરવાજા રિલાયન્સ મોલ ખાતે દિવ્યાંગ અને કતારગામ બાળાશ્રમ તેમ જ આંબોલી ખાતેના આશ્રમની દીકરીઓ માટે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ બાળકો સાથે જ તેમના વાલીઓને પણ આમંત્રિત હતા. mental retardation orphan children performs garba in Navratri Festival at Surat dhna darwaja.